Not Set/ #CoronaEffect/ પાકિસ્તાનમાં લાઈવ શો દરમિયાન મૌલાના રડી પડ્યા, બોલ્યા- અલ્લાહ બચાવી લે…

કોરોનાથી મુક્તિ મળે તે માટે દુનિયાભરનાં લોકો ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ લોકો દુઆ કરી રહ્યા છે. આ દરમિયાન, ત્યાં એક મૌલાના લાઇવ શો માં કોરોના માટે અલ્લાહની માફી માંગતા વડા પ્રધાન ઇમરાન ખાનની સામે રડી પડ્યા હતા. મૌલાનાનો આ રડવાનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે તેના […]

World

કોરોનાથી મુક્તિ મળે તે માટે દુનિયાભરનાં લોકો ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ લોકો દુઆ કરી રહ્યા છે. આ દરમિયાન, ત્યાં એક મૌલાના લાઇવ શો માં કોરોના માટે અલ્લાહની માફી માંગતા વડા પ્રધાન ઇમરાન ખાનની સામે રડી પડ્યા હતા. મૌલાનાનો આ રડવાનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે તેના ટ્વિટર હેન્ડલ પર લગભગ એક મિનિટનો વીડિયો ફૂટેજ શેર કર્યો છે. જેમાં તબલીગી જમાત સાથે સંકળાયેલા મૌલાના તારિક જમીલ કોરોના પર કંઈક બોલી રહ્યા હતા ત્યારે તેઓ રડતા જોવા મળ્યાં હતાં. મૌલાના ઇમરાન ખાનની નજીક હોવાનું કહેવાય છે. લાઇવ શો માં દુઆ માંગતા મૌલાનાએ કહ્યું – અલ્લાહ કોરોનાથી બચાઓ. અમે બધા અણસમજુ છીએ. અમને માફ કરો અમે ભૂલ કરી અમે આ આફતને ટાળી શકતા નથી. હવે તમારો જ સહારો છે જીવન અને મરણ તમારા હાથમાં છે. આ બોલતો મૌલાનાનાં આંખોમાં આંસુ આવી ગયા હતા. કાર્યક્રમથી લાઇવ જોડાયેલા ઇમરાન, મૌલાનાની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને તે અને તેમના અન્ય સાથી હાથ ઉઠાવીને સાથે ભાવુક થઇને દુઆ માંગતા જોવા મળ્યા હતા.

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને એક ચોંકાવનારા ખુલાસામાં કહ્યું છે કે, તેમની સરકાર કોરોના શકમંદોની શોધમાં તે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે જેનો ઉપયોગ તે આતંકીઓની શોધમાં કરે છે. પાકિસ્તાનમાં કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે નાણાં એકત્ર કરવાના અભિયાન અહસાસ ટેલિથોનમાં ઇમરાને ટીવી પર દેશવાસીઓની સામે કહ્યું હતું કે તેમની સરકાર કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓની શોધ માટે ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેનો ઉપયોગ એજન્સીઓ આતંકવાદીઓને પકડવા માટે કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.