Not Set/ #CoronaEffect/ પાણીની બોટલ કરતા પણ સસ્તું થયુ ક્રૂડ ઓઇલ

કોરોના વાયરસનાં સંકટને પગલે સોમવારે ક્રૂડ ઓઇલનો ભાવ શૂન્ય ડોલર/બેરલથી નીચે આવી ગયો કારણ કે હાલમાં કોઈ પણ વેપારીઓ ક્રૂડ ઓઇલ ખરીદવા અને તેને પોતાની પાસે રાખવાની સ્થિતિમાં નથી. વોલ સ્ટ્રીટમાં શેર પણ બપોરનાં કારોબારમાં ઘટ્યા હતા. S-and-P 500 માં 0.9 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ સૌથી વધુ ડ્રામા ક્રૂડ ઓઇલ માર્કેટમાં થયું, જ્યાં મે […]

Business

કોરોના વાયરસનાં સંકટને પગલે સોમવારે ક્રૂડ ઓઇલનો ભાવ શૂન્ય ડોલર/બેરલથી નીચે આવી ગયો કારણ કે હાલમાં કોઈ પણ વેપારીઓ ક્રૂડ ઓઇલ ખરીદવા અને તેને પોતાની પાસે રાખવાની સ્થિતિમાં નથી. વોલ સ્ટ્રીટમાં શેર પણ બપોરનાં કારોબારમાં ઘટ્યા હતા. S-and-P 500 માં 0.9 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ સૌથી વધુ ડ્રામા ક્રૂડ ઓઇલ માર્કેટમાં થયું, જ્યાં મે ડિલીવરી યુ.એસ. ક્રૂડની કિંમત 3.70/બેરલની નીચે પહોંચી ગઈ છે.

આપને જણાવી દઇએ કે, મંગળવારે મે ડિલિવરી ડીલનો અંતિમ દિવસ છે અને વેપારીઓને ચૂકવણી કરીને ડિલીવરી લેવાની હતી. પરંતુ માંગની અછત અને ક્રૂડ ઓઇલ રાખવાની સમસ્યાને કારણે કોઈ ડિલિવરી લેવા તૈયાર નથી. જેની પાસે ક્રૂડ ઓઇલ છે તે પણ ઓફર કરી રહ્યા છે કે ગ્રાહકો તેમની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે. સાથે જ તેને પ્રતિ બેરલ દીઠ 3.70 ની રકમ પણ આપશે. તેને કાચા તેલની કિંમત શૂન્ય ડોલર/બેરલથી નીચે જવુ કહે છે.

વળી એએફપી સમાચાર મુજબ, મે મહિનાની ડિલીવરી માટે યુએસ બેંચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટની કિંમત સોમવારે પહેલીવાર શૂન્યથી નીચે આવી ગઇ. એજન્સીનાં સમાચાર મુજબ, મંગળવારે મે મહિનાની ડિલિવરી માટેની અંતિમ તારીખ છે. આવી સ્થિતિમાં સોમવારે માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ 37.63 ડોલર/બેરલની નીચે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડાનાં તકનીકી કારણ તરીકે મે મહિનાની ડિલિવરીને ટાંકવામાં આવી રહી છે, જેમ કે – મે મહિનાની ડિલિવરીની તારીખ નજીક છે, તેથી તેમાં ટ્રાન્ઝેક્શન ઘટી રહ્યુ છે.

કોરોના વાયરસ સંકટને કારણે ક્રૂડ ઓઇલની માંગ નીચે આવી ગઈ છે અને ઓઇલ સ્ટોરેજની તમામ સુવિધાઓ પણ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગઈ છે. એસ-એન્ડ-પી ગ્લોબલ પ્લેટ્સનાં મુખ્ય વિશ્લેષક ક્રિસ એમ.કે અનુસાર, ક્રૂડ ઓઇલની તમામ ટાંકી ત્રણ અઠવાડિયામાં ભરાઇ જશે. યુએસ ક્રૂડ ઓઇલમાં પણ જૂન ડિલિવરીમાં 14.8 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે હાલમાં બેરલ દીઠ 21.32 ડોલર છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 1.78 ડોલર ઘટીને 26.30 ડોલર/બેરલ પર પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.