Not Set/ જમાલપુરમાં કોરોનાનો કહેર યથાવત, શનિવારે બે યુવાનોના મોત સાથે કુલ મૃત્યુઆંક 12 થયો

જમાલપુરમાં કોરોના ના સેકન્ડ વેવ એ ભારે તબાહી મચાવી છે. ફકત ૧૫ દિવસની અંદરજ ૧૨ લોકોના મોત કોરોના ના સેકન્ડ વેવ ના કારણે થયા છે. શનિવારના દિવસની જો વાત કરીએ તો , એક જ દિવસમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાંથી બે મૃતકોની વય ૩૦ થી ૪૦ ની વચ્ચે ની હતી. જ્યારે બાકીના બે […]

Ahmedabad Gujarat

જમાલપુરમાં કોરોના ના સેકન્ડ વેવ એ ભારે તબાહી મચાવી છે. ફકત ૧૫ દિવસની અંદરજ ૧૨ લોકોના મોત કોરોના ના સેકન્ડ વેવ ના કારણે થયા છે.

શનિવારના દિવસની જો વાત કરીએ તો , એક જ દિવસમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાંથી બે મૃતકોની વય ૩૦ થી ૪૦ ની વચ્ચે ની હતી. જ્યારે બાકીના બે મૃતકો આધેડ વયના હતા.

ઉલ્લખનીય છે કે, જમાલપુર વિસ્તારમાં કોરોના બીમારીએ જે કહેર દેખાડ વાનું ફરી એક વખત શરૂ કર્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાંથી લોકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. એટલું જ નહિ, રોજના નવા કેસો પણ સામે આવી રહ્યા છે જેના કારણે લોકોની અંદર ફફડાટ જોવા મળી રહી છે તો બીજી તરફ પ્રશાસનના ધબકારા પણ એટલા જ વધતા જઈ રહ્યા છે