online/ અમદાવાદ એરપોર્ટ પર RT-PCR માટે ફોર્મ ઓનલાઇન થશે

ઓનલાઇન સિસ્મ આરટી-પીસીઆર માટે અમલી બનશે.

Ahmedabad

કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.અમદાવાદ એરપોર્ટ પર કોરોના માટે 10 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.કોરોના વિદેશથી પ્રવેશે નહીં તેની ખાસ તકેદારી રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી  છે. કોરોનાના આરટી પીસીઆર  ટેસ્ટ મોટે ઓનલાઇન સિસ્ટમ સત્વરે એરપોર્ટ પર લાગુ થઇ જશે.

અમદાવાદ એરપોર્ટ પર આ સિસ્ટમ અમલી બની જશે.ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 20 જેટલા આરટી-પીસીઆર સેન્ટર ચાલુ કરવામાં આવ્યાં છે. આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર 10 અને ડોમેસ્ટ્રીક એરપોર્ટ પર 10 સેન્ટર કાર્યરત કરાયાં છે.હાલના સમયમાં કોઇપણ વ્યક્તિ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવે તો ફોર્મ ભરીને આરટી પીસીઆર ટેસેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં પેસેન્જરે ફરજિયાત ફોર્મ ભરવું પડે,જેના લીધે સમય અને ભીડ પણ થતી  હતી હવે એરપોર્ટ પર ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવશે તે ટૂંક સમયમાં અમલી બની જશે. ઓનલાઇનથી મુસાફરોનો સમય બચી જશે અને ભીડ પણ નહીં થાય.પ્રશાસને કોરોનાને ધ્યાનમાં લઇને આ નિર્ણય લીધો છે.