કોરોનાની બીજી લહેરમાં, દિવસેને દિવસે ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા હવે રેકોર્ડ મૃત્યુનાં રૂપમાં દેખાઇ રહી છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 2,73,810 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 1619 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ગઇ કાલે નોંધાયેલા કેસની સરખામણીમાં આ થોડા ઓછા કેસ છે, પરંતુ એટલા પણ ઓછા કેસ નથી કે તે ચિંતાથઈ દૂર કરી શકે. જણાવી દઇએ કે, દેશમાં સતત ત્રણ દિવસ સુધી મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.
India reports 2,73,810 new #COVID19 cases, 1,619 fatalities and 1,44,178 discharges in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,50,61,919
Active cases: 19,29,329
Total recoveries: 1,29,53,821
Death toll: 1,78,769Total vaccination: 12,38,52,566 pic.twitter.com/gseG8on7Oe
— ANI (@ANI) April 19, 2021
ગુજરાત: સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર
સતત પાંચમા દિવસે કેસ બે લાખનાં આંકને વટાવી ગયા છે અને ત્રણ લાખ તરફ અગ્રેસર થયા છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો ત્રણ લાખ નવા સંક્રમણનાં કેસોનો રેકોર્ડ પણ બનશે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ હાલમાં દેશમાં 2,73,810 લોકો કોવિડ-19 થી સંક્રમિત છે. એટલું જ નહીં, મહામારીની બીજી લહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, રેકોર્ડ મૃત્યુની અસર હવે દેખાઈ રહી છે. ગઇ કાલે પહેલીવાર એક જ દિવસમાં 2.74 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. ખાસ વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી, નવા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. હાલમાં દેશમાં કુલ કોરોનાનાં કેસ વધીને 1,50,61,919 પર પહોંચી ગયા છે. રોજે રોજ સંક્રમણનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા વધીને 19 લાખ થઈ ગઈ છે. હાલમાં, એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 19,29,329 છે, જે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યાનાં 12 ટકાથી વધારે છે.

આપને જણાવી દઇએ કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા છેલ્લા 24 કલાકમાં 26,78,94,549 સેમ્પલોનું ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમા ગઈકાલે એટલે કે રવિવારે 13,56,133 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ.
26,78,94,549 samples tested for #COVID19 up to 18th April 2021. Of these, 13,56,133 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/mHkIngXjdO
— ANI (@ANI) April 19, 2021
આઉટ ઓફ કંટ્રોલ: 110 લોકોના મોત સાથે નોધાયા 10,340 કેસ
કોરોના ચેપગ્રસ્ત લોકોનો રિકવરી દર ઘટીને 86 ટકા થઈ ગયો છે. આંકડા મુજબ, આ રોગમાંથી ઠીક થતા લોકોની સંખ્યા વધીને 1,29,53,821 થઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાનું સંક્રમણ દર માત્ર બે અઠવાડિયાથી ઓછા સમયમાં બમણો થઈ ગયો છે. એટલે કે, કુલ ટેસ્ટ કરવામાં આવેલા 16.7 ટકા સેમ્પલો પોઝિટિવ હોવાનું જણાયું છે. વળી, સાપ્તાહિક સરેરાશ 14.3 ટકા છે. અગાઉ ગયા વર્ષે 19 જુલાઇએ પોઝિટિવિટી રેટ 15.7 ટકા પર પહોંચ્યો હતો અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 12.5 ટકા હતો. 16.7 ટકા સંક્રમણ દરનો અર્થ એ છે કે દર છ સેમ્પલોમાંથી એક પોઝિટિવ જોવા મળે છે.


