Lockdown/ રાજસ્થાનમાં કોરોનાની નવી ગાઇડલાઇન જારી, 15 જાન્યુઆરી સુધી સ્કૂલ-કોલેજો બંધ

રાજસ્થાનમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, રાજ્ય માટે કોરોના ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત લોકડાઉન 15 જાન્યુઆરી, 2021 સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં રહેશે….

India
Makar 12 રાજસ્થાનમાં કોરોનાની નવી ગાઇડલાઇન જારી, 15 જાન્યુઆરી સુધી સ્કૂલ-કોલેજો બંધ

રાજસ્થાનમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, રાજ્ય માટે કોરોના ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત લોકડાઉન 15 જાન્યુઆરી, 2021 સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં રહેશે. વળી, થિયેટર, સિનેમા, હોલ 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં કોરોનાની નવી ગાઇડ લાઇન બહાર ન આવે ત્યાં સુધી 13 જિલ્લાઓમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. રાજ્ય સરકારે આ અંગે માહિતી આપી હતી. આ જિલ્લાઓમાં કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદયપુર, અજમેર, અલવર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર જેવા શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે.

રાજસ્થાનમાં શુક્રવારે કોરોના વાયરસનાં સંક્રમણનાં 609 નવા કેસ સામે આવ્યા છે, જેથી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે વધીને 3,08,852 થઈ ગઈ છે. વળી, રાજ્યમાં સંક્રમણને કારણે વધુ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા 2,700 થઇ ગઇ છે. નવીનતમ માહિતી અનુસાર, જયપુરમાં 502, જોધપુરમાં 290, અજમેરમાં 219, બિકાનેરમાં 166, કોટામાં 166, ભરતપુરમાં 120, ઉદયપુરમાં 110, પાલીમાં 109 અને સીકરમાં 98 સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો