Covid-19/ કોરોનાનાં આંકમાં આજે આવ્યો ઉછાળો, દેશમાં કાલની સરખામણીએ થયો 18 ટકા કેસનો વધારો

બુધવારે દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 2.82 લાખ નવા COVID-19 કેસ નોંધાયા છે, જે મંગળવાર કરતા 18 ટકા વધુ છે.

Top Stories India
કોરોના અપડેટ

બુધવારે દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 2.82 લાખ નવા COVID-19 કેસ નોંધાયા છે, જે મંગળવાર કરતા 18 ટકા વધુ છે. વળી, છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં કારણે 441 દર્દીઓનાં મોત થયા છે. મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ 4,87,202 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) નાં કિસ્સામાં પણ આજે તેજી જોવા મળી છે.

આ પણ વાંચો – સંકટનાં વાદળ / ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો, લંડનનો બંગલો ખાલી કરવાનો કોર્ટે આપ્યો આદેશ

આપને જણાવી દઇએ કે,દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસમાં વધારો થયો છે. મંગળવારે ઘટ્યા બાદ આજે કોરોનાનાં કેસમાં 18 ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, આજે દેશમાં 2,82,970 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં હાઈલી ટ્રાન્સમિસિબલ વેરિઅન્ટ ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા 8,961 પર પહોંચી ગઈ છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ વાયરસનાં કારણે 441 લોકોનાં મોત થયા છે, જેમાંથી 122 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યો છે. દેશમાં આ મહામારીથી મૃત્યુઆંક વધીને 4,87,202 થઈ ગયો છે. ભારતમાં સક્રિય કેસનો ભાર હાલમાં 18 લાખને વટાવીને 18,31,000 પર પહોંચી ગયો છે, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો ચાર ટકાથી વધીને 4.83% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ફરી એકવાર વધીને 15.13% થયો છે.

આ પણ વાંચો – Shocking / જાણીતા બોક્સરે તેના જન્મ દિવસે ગર્લફ્રેન્ડ સાથે પોસ્ટ કરી Nude Photo

આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,58,88,47,554 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 79,91,230 લોકોને રસી આપવામાં આવી છે. રીકવરી રેટ હાલમાં 94.09% છે. છેલ્લા 24 કલાકમાં 1,88,157 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,55,83,039 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે એટલે કે 18 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ માટે 18,69,642 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગઈકાલ સુધીમાં કુલ 707,281,067 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.