Not Set/ અડધી સદી તરફ કોરોના : 24 કલાકમાં જ ‌47,000 નવા કેસ જ્યારે 8 રાજયોની સ્થિતિ વણસી

દેશમાં કોરોના મહામારીના બીજા તબક્કાની શરૂઆત થઇ ચૂકી છે. કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા 24 કલાકમાં 8 રાજ્યોમાં 8 હજારથી વધારે કેસ જોવા મળ્યા છે. જ્યારે એક કેસ 3 લાખને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં

India
corona 22 march 21 અડધી સદી તરફ કોરોના : 24 કલાકમાં જ ‌47,000 નવા કેસ જ્યારે 8 રાજયોની સ્થિતિ વણસી

દેશમાં કોરોના મહામારીના બીજા તબક્કાની શરૂઆત થઇ ચૂકી છે. કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા 24 કલાકમાં 8 રાજ્યોમાં 8 હજારથી વધારે કેસ જોવા મળ્યા છે. જ્યારે એક્ટિવ  કેસ 3 લાખને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસના આંકડાઓ ભયજનક જોવા મળી રહ્યા છે. માત્ર એક દિવસની અંદર નવા 47,000 કેસ નોંધવામાં આવ્યા છે. જેના કારણે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોની ચિંતામાં પણ વધારો થયો છે.દેશમાં સેકન્ડ વેવનો ચિંતાજનક તરખાટ જોવા મળ્યો છે, છેલ્લાં 24 કલાકમાં એકલા મહારાષ્ટ્રમાં જ 30,535 નવા કેસ,નોંધવામાં આવ્યા છે., દેશમાં કુલ કેસ હવે 1.16 કરોડને પાર, રિકવરીનો આંક હવે 1.11 કરોડને પાર પહોંચ્યો છે.

download 9 અડધી સદી તરફ કોરોના : 24 કલાકમાં જ ‌47,000 નવા કેસ જ્યારે 8 રાજયોની સ્થિતિ વણસી

 

દેશમાં કોરોનાની ગતિ અટકી હોય તેવું લાગતું નથી. રવિવારે, ચાર મહિનામાં પહેલીવાર, સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. ત્રણ મહિના પછી, એક જ દિવસમાં મહત્તમ મૃત્યુની ઘટના પણ બની છે. છ રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને છ રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. આ રાજ્યોમાંથી 80 ટકાથી વધુ નવા કેસ પ્રાપ્ત થઈ રહ્યા છે. રવિવારે આ રાજ્યોમાં 93.14 ટકા નવા કેસ મળી આવ્યા છે.તેમાં મહારાષ્ટ્ર (30,535), પંજાબ (2,578), કેરળ (2,078), કર્ણાટક (1,798), ગુજરાત (1,565) અને મધ્યપ્રદેશ (1,308) નો સમાવેશ થાય છે. છેલ્લા એક દિવસ દરમિયાન છ રાજ્યોમાં થયેલા મોતની ટકાવારી 86.8 થઈ છે., જેમાં મહારાષ્ટ્ર (92), પંજાબ (38), કેરળ (15), છત્તીસગઢ (11), તામિલનાડુ (8) અને કેરળ (7) નો સમાવેશ થાય છે.

corona in india 5 અડધી સદી તરફ કોરોના : 24 કલાકમાં જ ‌47,000 નવા કેસ જ્યારે 8 રાજયોની સ્થિતિ વણસી

 

ગુજરાતમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ, હોલીકા દહનને મંજૂરી

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં હોળીના ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવશે, ફક્ત હોલીકા દહનને મર્યાદિત સંખ્યામાં લોકો સાથે મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે લોકોને રંગ રમવા દેવામાં આવશે નહીં. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં એક ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલમાં 39 વિદ્યાર્થીઓ ચેપ લાગ્યાં છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાને કહ્યું છે કે રાજ્યમાં મહામારીના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…