Covid-19 Update/ કોરોનાની ગતિ ફરી બની તેજ મુંબઈમાં 2000થી વધુ તો દિલ્હીમાં 1500 કેસ

મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,087 નવા દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે જ્યારે 1 દર્દીનું મોત થયું છે

Top Stories India
3 3 2 કોરોનાની ગતિ ફરી બની તેજ મુંબઈમાં 2000થી વધુ તો દિલ્હીમાં 1500 કેસ

મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,087 નવા દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે. જ્યારે 1 દર્દીનું મોત થયું છે. સંક્રમીત મળી કુલ દર્દીઓમાંથી 95 ટકા (2,087) એટલે કે 1,992 દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી.

જયારે મુંબઈ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કુલ 24,825 બેડ ઉપલબ્ધ છે. જેમાંથી હાલ 652 પથારીનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, BMC દ્વારા આજે કુલ 15,026 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97 ટકા છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 4004 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 2,087 કેસ મુંબઈના છે.  જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 16 દર્દીઓના મોત થયા છે. શનિવારે અહીં 3883 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 2 દર્દીઓના મોત થયા હતા.

બીજી તરફ રાજધાની દિલ્હીની વાત કરીએ તો કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહીં સતત પાંચમા દિવસે એક હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1530 કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ સંક્રમિતોના મોત થયા છે. હાલમાં દિલ્હીમાં સકારાત્મકતા દર 8.41% છે. અહીં ગઈકાલે એટલે કે 18 જૂન શનિવારના રોજ કોરોનાના 1,534 કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના 1,797 કેસ નોંધાયા હતા. શનિવાર સતત ચોથો દિવસ છે જ્યારે દિલ્હીમાં એક દિવસમાં 1,300 થી વધુ કેસ નોંધાયા છે.