Not Set/ ભારતમાં માત્ર 12 દિવસમાં જ કોરોના પોઝેટીવિટી દર બે ગણો વધ્યો

કોરોના પોઝેટીવિટી દર ડબલ થયો

India
corona in india 6 ભારતમાં માત્ર 12 દિવસમાં જ કોરોના પોઝેટીવિટી દર બે ગણો વધ્યો

ભારતમાં કોરોના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે કોરોનાની વેવે હાહાકાર મચાવી દીધું છે.બીજા તબ્બકામાં કોરોના ખતરનાક સાબિત થઇ રહ્યું છે.કેટલાક કિસ્સાઓમાં  દર્દીઓને કોરોના લક્ષણ હોવા છંતા પણ રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે.જે ચિંતાજનક બાબત છે. આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાનો દર ખુબ ઝડપથી વધી રહ્યો છે.માત્ર બાર દિવસમાં જ કોરોના દર ડબલ થઇ ગયો છે.કોરોના પોઝેટીવ દર 16.69 ટકા થયો છે.

છેલ્લા એક મહિનામાં સાપ્તાહિક પોઝેટીવિટી દર વધીને 13.54 ટકા થયો. દેશમાં કોરોના વાયરસના 268500 કેસ અને 1501 લોકોના મોત થયાં છે.સક્રીય કિસ્સાઓમાં 18 લાખ આંક વટાવી ગયો છે. આરોગ્ય વિભાગના આંકાડા જણાવે છે ઉત્તરપ્રદેશ,દિલ્હી,કેરળ,મધ્યપ્રદેશ, કેરણ,ગુજરાત અને રાજસ્થાનમાં નવા ચેપના78.56 ટકા કેસો નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા મુજબ માત્ર 12 દિવસમાં જ પોઝેટિવિટી કેસ 8 ટકાથી 16.69 ટકા થઇ ગયો એટલે કે બેગણો વધી ગયો છે. જે ખુબ ચિંતાજનક બાબત છે.