Not Set/ વિશ્વમાં કોરોનાનો હાહકાર, છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ લોકોનાં મોત

છેલ્લા 1 વર્ષથી વિશ્વમાં કોરોનાનો હાહકાર મચી ગયો છે. ત્યારે દરેક દિવસે કોરોનાવાયરસ એક ભયાનક સ્વરૂપ લઇ રહ્યો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. વિશ્વમાં કોરોનાનાં કેસની વાત કરીએ તો તે ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જો છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં મોતનાં આંકડાની વાત કરીએ તો તે 12,372 છે. આ આંકથી ખ્યાલ આવે છે […]

Top Stories World
corona 1 વિશ્વમાં કોરોનાનો હાહકાર, છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ લોકોનાં મોત

છેલ્લા 1 વર્ષથી વિશ્વમાં કોરોનાનો હાહકાર મચી ગયો છે. ત્યારે દરેક દિવસે કોરોનાવાયરસ એક ભયાનક સ્વરૂપ લઇ રહ્યો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. વિશ્વમાં કોરોનાનાં કેસની વાત કરીએ તો તે ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જો છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં મોતનાં આંકડાની વાત કરીએ તો તે 12,372 છે. આ આંકથી ખ્યાલ આવે છે કે આ કોરોનાવાયરસ કેટલો ખતરનાક સાબિત થઇ રહ્યો છે.

corona વિશ્વમાં કોરોનાનો હાહકાર, છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ લોકોનાં મોત

કોરોનાનાં કેસમાં સૌથી આગળ નામ અમેરિકાનું છે. જ્યા છેલ્લા 24 કલાકમાં 2,831 લોકોનાં મોત કોરોનાવાયરસથી થયા છે. અહી નવા કેસની વાત કરીએ તો 2 લાખથી વધુ સામે આવ્યા છે. જો કે આ મામલે ભારતમાં હાલમાં ઓછા કેસ સામે આવી રહ્યા છે. પરંતુ દિવાળી બાદ કોરોનાએ ખાસ કરીને ગુજરાતમાં એકવાર ફરી કોરોનાથી સંક્રમિતોનો આંકનો વધાર્યો છે. ત્યારે આવતા સમયમાં જોવાનુ રહેશે કે આ કોરોનાવાયરસને દૂર કરવામાં ભારતનાં નાગરિકોને વેક્સિનનો ડોઝ ક્યારે મળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો