Covid-19/ કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહી હોયઃ AIIMS ડિરેક્ટર

AIIMS નાં ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું કે મને નથી લાગતું કે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહી હોય.

Top Stories India
ડિરેક્ટર

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) નાં ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસ રોગચાળાની ત્રીજી લહેર દેખાશે નહીં, પરંતુ તે કોવિડનાં યોગ્ય વર્તનને અનુસરતા લોકો પર મોટે ભાગે નિર્ભર છે. ગુલેરિયાએ કહ્યું કે, એકમાત્ર અનપેક્ષિત ભાગ એ છે કે વાયરસ કેવી રીતે વર્તે છે. તેમણે કહ્યુ, “પરંતુ મને નથી લાગતું કે આપણે ત્રીજી લહેર જોઈશું જે બીજી લહેર જેટલી ખરાબ હશે.”

આ પણ વાંચો – દારૂ ઝડપાયો /  શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં  વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે

સંભવિત ત્રીજી લહેર બાળકોને વધુ સંક્રમિત કરી શકે તેવી આશંકાનો ઉલ્લેખ કરતા, એઈમ્સનાં વડાએ કહ્યું કે બાળકો “વધુ સંવેદનશીલ” હશે કારણ કે તેમને રસી આપવામાં આવતી નથી. “સામાન્ય લાગણી એ છે કે પુખ્ત વયનાં લોકોને રસી આપવામાં આવે છે, બાળકોને રસી આપવામાં આવતી નથી અને તેથી જો નવી લહેર આવે છે, તો તે વધુ સંવેદનશીલ લોકોને અસર કરશે. બાળકો વધુ સંવેદનશીલ બનશે.” ગુલેરિયાએ કહ્યું કે, સેરો સર્વે મુજબ, 50 ટકાથી વધુ બાળકો પહેલાથી જ ચેપગ્રસ્ત છે અને એન્ટિબોડીઝ ધરાવે છે. તેમણે કહ્યું કે પરંતુ એવી આશા છે કે એક કે બે મહિનામાં બાળકો માટે (કોવિડ વિરોધી) રસી આવશે અને તે પછી બાળકોનું રસીકરણ પણ શરૂ થશે.

આ પણ વાંચો – દંડ /  ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

તેમણે કહ્યું કે, જ્યાં સુધી ગંભીર બીમારીનો સંબંધ છે ત્યાં સુધી વેક્સિનેશન અસરકારક છે. તેમણે કહ્યું, “રસીઓ કોવિડ-19 થી ગંભીર બીમારી અને મૃત્યુને રોકવામાં મદદ કરી રહી છે. સંક્રમણ હજી પણ થઈ રહ્યો છે પરંતુ ચેપગ્રસ્ત લોકો મુખ્યત્વે તે છે જેમને વેક્સિન આપવામાં આવી નથી. તેથી જ અમે કહી રહ્યા છીએ કે વધુને વધુ લોકોને રસી આપવાની જરૂર છે.” ગુલેરિયાએ કહ્યું,” રસીકરણ પછી પણ, જે લોકો ચેપગ્રસ્ત થાય છે તેઓને મુખ્યત્વે હળવો ચેપ લાગી રહ્યો છે. તેથી જ ગંભીર રોગ સામે રક્ષણ આપવામાં રસીઓ અસરકારક છે.” ઉલ્લેખનીય છે કે, દેશમાં આજે કોરોનાની રફ્તાર પણ ઘટી હોવાનુ સામે આવ્યુ છે. આજે દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં ફરી એકવાર ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 36 હજાર 83 નવા કેસ નોંધાયા છે, જે અગાઉનાં દિવસની તુલનામાં 6.6 ટકા ઓછો છે. તે પણ રાહતની વાત છે કે એક દિવસમાં કોરોનામાંથી ઠીક થનારા લોકોની સંખ્યા તેના નવા સામે આવી રહેલા દર્દીઓ કરતા વધારે છે.