Not Set/ #CoronaUpadateIndia/ દેશમાં કોરોનાનો કહેર યથાવત, મહારાષ્ટ્ર-ગુજરાતમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

વિશ્વનાં ઘણા દેશોની જેમ, ભારતમાં પણ રોજ કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. રવિવારે સવારે દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજાર 972 પર પહોંચી ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં 488 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વવ્યાપી, કોરોના વાયરસથી મૃત્યુઆંક 1,55,185 પહોંચી ગયો છે. વળી, ગુજરાત છઠ્ઠું રાજ્ય બન્યું, જ્યાં એક હજારથી વધુ કેસ મળી […]

India

વિશ્વનાં ઘણા દેશોની જેમ, ભારતમાં પણ રોજ કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. રવિવારે સવારે દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજાર 972 પર પહોંચી ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં 488 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વવ્યાપી, કોરોના વાયરસથી મૃત્યુઆંક 1,55,185 પહોંચી ગયો છે. વળી, ગુજરાત છઠ્ઠું રાજ્ય બન્યું, જ્યાં એક હજારથી વધુ કેસ મળી આવ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયામાં કોવિડ-19 નાં કેસો બમણા થયા છે. કેન્દ્ર ચીનથી આશરે પાંચ લાખ ક્વિક ટેસ્ટ કીટ એવા રાજ્યોમાં વહેંચવાની તૈયારીમાં છે જ્યાં મહત્તમ કેસ મળ્યા છે.

દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે, જ્યા 3,323 પોઝિટીવ કેસ છે, 201 મૃત્યુ પામાપ્યા છે ત્યારે 331 સાજા થઇને પોતાના ઘરે પહોંચી ગયા છે. વળી ગુજરાતની વાત કરીએ તો આ રાજ્યમાં પણ કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. અહી અમદાવાદ શહેરમાં કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 861 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 1,376 કેસ નોંધાયા છે. અહી 53 મોત થઇ છે તો વળી 93 લોકો સાજા થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.