મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના નવા સીએમની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય રાજ્યોમાંથી મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ બુધવારે (13 ડિસેમ્બર)ના રોજ શપથ લેશે.
રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા મધ્યપ્રદેશમાં ડેપ્યુટી સીએમ હશે. જો કે, હાલ એ સ્પષ્ટ નથી કે બંને નેતાઓ યાદવ સાથે શપથ લેશે કે નહીં. છત્તીસગઢની વાત કરીએ તો વિષ્ણુદેવ સાંઈની સાથે તેમના મંત્રીમંડળના સભ્યો પણ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ લેશે. શપથગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
છત્તીસગઢમાં કોણ બની શકે છે મંત્રી?
સમાચાર એજન્સી પીટીઆઈએ ભાજપના સૂત્રોને ટાંકીને કહ્યું કે છત્તીસગઢમાં મંત્રી પરિષદમાં નવા ચહેરા અને જૂના નેતાઓનું મિશ્રણ હોઈ શકે છે. નિયમો અનુસાર છત્તીસગઢ કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 13 મંત્રીઓ હોઈ શકે છે.
બ્રિજમોહન અગ્રવાલ અને અમર અગ્રવાલ (બંને જનરલ કેટેગરીમાંથી), ધરમલાલ કૌશિક અને અજય ચંદ્રાકર (ઓબીસી), કેદાર કશ્યપ, વિક્રમ યુસેન્ડી અને રામવિચર નેતામ (SC), પુન્નુલાલ મોહિલે, દયાળદાસ બઘેલ (SC) અને રાજેશ મૂનત (જૈન સમુદાય) તેમના સાઈ કેબિનેટમાં સંભવિત મંત્રી તરીકે નામ સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: