pilgrimage/ અમરનાથ યાત્રીઓ માટે ખુશખબર,આ સેવા શ્રદ્વાળુઓને નિ:શુલ્ક મળશે,જાણો વિગત

યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે, જય બાબા બાલક નાથ અમરનાથ સેવા સમિતિના વડા રાજન કપૂર, જેઓ 21 વર્ષથી બાલટાલ યાત્રા રૂટ પર ભંડારાનું આયોજન કરે છે

Top Stories India
13 11 અમરનાથ યાત્રીઓ માટે ખુશખબર,આ સેવા શ્રદ્વાળુઓને નિ:શુલ્ક મળશે,જાણો વિગત

દેશભરના શ્રદ્વાળુઓ અમરનાથા યાત્રાએ જતા હોય છે,બાબ બર્ફઆનીના દર્શન કરવા માટે તેમની એક અતૂટ શ્રદ્વા છે. આ તીર્થયાત્રીઓને અગવડતા ના પડે તેથી લુધિયાણાની સંસ્થા જય બાબા બાલકનાથ અમરનાથ સેવા સમિતિ દ્વારા બેટરી રિક્ષાની નિ:શુલ્ક સેવા શરૂ કરવા જઇ રહી છે. આ સેવાને શ્રી અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડે યાત્રાના રૂટને મંજૂરી આપી દીધી છે. જેના લીધે હવે પગપાળા યાત્રીઓને રિક્ષા બેસીને યાત્રા કરી શકશે.બોર્ડ અને સમિતિની પહેલથી ભક્તો બાલતાલથી ડોમેલ સુધીની સાડા ત્રણ કિલોમીટરની મુસાફરી માટે બેટરી રિક્ષામાં સરળતાથી સવારી કરી શકશે.

Assam floods/ પૂરથી 42 લાખ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 8 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે  યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે, જય બાબા બાલક નાથ અમરનાથ સેવા સમિતિના વડા રાજન કપૂર, જેઓ 21 વર્ષથી બાલટાલ યાત્રા રૂટ પર ભંડારાનું આયોજન કરે છે, તેમણે કહ્યું કે તેમને ગઈકાલે જ શ્રાઈન બોર્ડ તરફથી પરવાનગીનો પત્ર મળ્યો હતો. આ પહેલથી બાલતાલથી યાત્રા શરૂ કરનારા શ્રદ્ધાળુઓનો પણ ઘણો સમય બચશે. ત્યાં દર્શન કરીને પગપાળા પાછા ફરતી વખતે ભક્તો ખૂબ થાકી જાય છે અને ડોમેલથી આ બેટરી રિક્ષા તેમને બાલતાલ પરત લાવશે.

Covid-19 Update/ ભારતમાં નવા COVID-19 કેસોમાં લગભગ 1% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 12,781 કેસ નોંધાયા

કપૂરે કહ્યું કે તેમાં સવારી કરવા માટે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ બેટરી રિક્ષા ચલાવવાનો સમય નક્કી કરવામાં આવશે. કપૂરે જણાવ્યું કે આ સેવા શરૂ કરવા માટે, તેમણે દિલ્હીમાં બેટરી રિક્ષા બનાવતી કંપનીના માલિક સુનીલ મેગો સાથે વાત કરી હતી, જેણે તરત જ આ માટે સંમતિ આપી હતી અને મુસાફરીના રૂટ માટે 10 બેટરી રિક્ષા તૈયાર કરાવી હતી. હવે પરવાનગી મળતાં જ બેટરી રિક્ષા ટ્રકને દિલ્હીથી બાલતાલ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે બેટરી રિક્ષા માટે અલગ આશ્રય બનાવવામાં આવશે જેમાં ચાર્જિંગ પોઈન્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે.