Not Set/ #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સામે આવ્યા કોરોનાનાં દર્દીઓ

દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ ઝડપથી વધી છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ પાંચ હજારથી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 1,18,447 કોરોના વાયરસનાં દર્દીઓ મળી આવ્યા છે. કોરોનાવાયરસથી વિશ્વનાં દેશો તેમજ ભારતમાં કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં […]

India
911d6a5984730b27d434963d35078e20 5 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સામે આવ્યા કોરોનાનાં દર્દીઓ

દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ ઝડપથી વધી છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ પાંચ હજારથી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 1,18,447 કોરોના વાયરસનાં દર્દીઓ મળી આવ્યા છે.

કોરોનાવાયરસથી વિશ્વનાં દેશો તેમજ ભારતમાં કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં, સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 5 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,18,447 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 6,088 નવા કેસ નોંધાયા છે અને 148 લોકોનાં મોત નીપજ્યાં છે.

અત્યાર સુધીમાં 3,583 લોકોનાં મોત નીપજ્યાં છે, જો કે 48,534 દર્દીઓ આ રોગને માત આપવામાં સફળ રહ્યા છે. રિકવરી દર સતત સુધરી રહ્યો છે. તે 40.97 ટકા પર પહોંચી ગયો છે. દેશનાં તમામ રાજ્યોમાંથી વાયરસથી સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે, જોકે ઘણા એવા રાજ્યો છે જે આ રોગચાળાથી મુક્ત થઇ ચુક્યા છે.

આ દર્દીઓમાં 3,583 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, છેલ્લા 24 કલાકમાં 6,088 દર્દીઓ મળી આવ્યા છે. આ એક દિવસમાં સામે આવેલા અત્યાર સુધીનાં સૌથી વધુ નવાં કોરોનાનાં દર્દીઓ છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 11,659 પર પહોંચી ગઈ છે, જેમાં 194 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વનાં કોરોના દર્દીઓની વાત કરીએ તો, તે 51,38,992 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 3,31,696 લોકો મૃત્યુ પામ્યા છે. તેમાંથી 20 લાખથી વધુ લોકો ઠીક થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.