24 કલાકમાં રિકવરી અઢી લાખ
એક્ટિવ કેસ ઘટીને હવે 19 લાખ નીચે
દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને 3 હજાર નીચે
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે તેની આક્રમકતા ઘટાડી રહી હોય તેમ લાગે છે. પરંતુ કોવિડ -19 ને કારણે થયેલા મોતની સંખ્યા અટકવાનું નામ નથી લઈ રહી. કોરોનાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, કોરોના સંક્રમણ ભલે ઘટ્યા છે પણ બ્લેક ફંગસનો આંકડો વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાં બ્લેક ફંગસ મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1.52 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે લગભગ 3128 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,52,734 નવા કેસ નોંધાયા છે જ્યારે આ સમય દરમિયાન, વાયરસના કારણે 3128 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાને કારણે થતા દૈનિક મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, પરંતુ તે હજી પણ ત્રણ હજારથી ઉપર છે, જે ચિંતાનો વિષય છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2,38,022 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે જ્યારે દેશમાં અત્યાર સુધી 2,56,92,342 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. સતત સાતમા દિવસે પોઝિટિવિટી રેટ 10 ટકાથી નીચે છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,077 નવા કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,077 નવા કેસ નોંધાયા છે અને 184 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમય દરમિયાન 33 હજાર લોકો પણ સ્વસ્થ બન્યા હતા.
Maharashtra reports 15,077 new #COVID19 cases, 184 deaths, and 33,000 discharges in the last 24 hours
Case tally 57,46,892
Active cases 2,53,367 pic.twitter.com/UXyfEqOu4G— ANI (@ANI) May 31, 2021
ઓડ -ઇવન પદ્ધતિ થી મુંબઈમાં ખુલશે દુકાનો
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોનાનો કેસ ઘટતાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, મહાનગરની તમામ બિન-જરૂરી દુકાનો હવે સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લીરાખી શકાય છે. તમામ દુકાનો ઓડઇવન પદ્ધતિથી સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા શુધી સોમવાથી શુક્રવાર સુધી ખોલી શકાશે.
