Covid-19/ દેશનાં આ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી નકલી કોવિડ વેક્સિન અને ટેસ્ટિંગ કિટ

દુનિયાભરમાં કોરોના મહામારીને માનવ જીવનથી દૂર કરવા વેક્સિન બનાવી દેવામાં આવી છે. પરંતુ અમુક લોકો આ સમયે પણ માનવ જીવન સાથે રમતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Top Stories India
11 30 દેશનાં આ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી નકલી કોવિડ વેક્સિન અને ટેસ્ટિંગ કિટ

દુનિયાભરમાં કોરોના મહામારીને માનવ જીવનથી દૂર કરવા વેક્સિન બનાવી દેવામાં આવી છે. પરંતુ અમુક લોકો આ સમયે પણ માનવ જીવન સાથે રમતા હોય તેવુ લાગી રહ્યુ છે. જી હા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં નકલી કોવિડ વેક્સિન સાથે કોવિડ ટેસ્ટિંગ કિટ મળી આવી છે.

આ પણ વાંચો – નવી દિલ્હી / સાઇકલ ચલાવીને સંસદ પહોંચ્યા મનસુખ માંડવિયા, આરોગ્ય મંત્રીની સાદગી જોઈને સુરક્ષાકર્મીઓ પણ આશ્ચર્યચકિત

આપને જણાવી દઇએ કે, STFએ કોરોના સમયગાળા દરમિયાન નકલી રસીઓની મોટી ગેંગ સામે કાર્યવાહી કરી છે. યુપીનાં વારાણસીમાં લંકા વિસ્તારનાં રોહિત નગરમાંથી નકલી કોવિડ શિલ્ડ અને ઝાયકોવિડ સાથેની નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ મોટા પાયે ઝડપાઈ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જપ્ત કરાયેલા સામાનની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ ગેંગનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. આરોપીઓ પાસેથી નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ્સ, નકલી કોવિડશિલ્ડ વેક્સિન, નકલી ઝાયકોવ ડી વેક્સિન, પેકિંગ મશીન, ખાલી શીશી, સ્વેબ સ્ટીક વગેરેનો મોટો જથ્થો મળી આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, અહીંથી તૈયાર કરાયેલી દવાઓ અને કીટ વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી હતી. STF વારાણસી યુનિટનાં ડેપ્યુટી એસપી વિનોદ કુમારનાં જણાવ્યા અનુસાર, ફિલ્ડ યુનિટની ટીમ નકલી કોવિડ કીટ અને રસીઓ વિશે સતત માહિતી મેળવી રહી હતી. તેના આધારે લંકા પોલીસ સ્ટેશનનાં રોહિત નગર કોલોની સ્થિત ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – Movie Masala / ગોલ્ડન ગાઉન, લાંબા વાળ અને કાંતીલાના અંદાજમાં જોવા મળ્યા નવાઝુદ્દીન સિદ્દીકી, આ ફિલ્મ માટે કરી રહ્યા આઈટમ સોંગ  

STF દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સિદ્ધગિરી બાગનાં રહેવાસી રાકેશ થવાણી, લહરતારા નિવાસી અરુણેશ વિશ્વકર્મા ચોક નિવાસી સંદીપ શર્મા, બલિયા નિવાસી શમસેર અને લક્ષ્ય જાવા, માલવિયા નગર, નવી દિલ્હીનાં રહેવાસી તરીકે થઈ છે. STF આરોપીઓની પૂછપરછ કરી રહી છે. STF અધિકારીઓની પૂછપરછમાં રાકેશ થાવાણીએ જણાવ્યું કે અરુણેશ અને શમશેર સાથે મળીને નકલી ટેસ્ટિંગ કિટ બનાવીને લક્ષ્ય જાવાને સપ્લાય કરે છે.