Not Set/ હવે દેશના આ પાંચ શહેરોમાં બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે

અમદાવાદ, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે ભારતના પાંચ અન્ય શહેરોમાં બુલેટ ટ્રેન ચલાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ હાઇ સ્પીડ રેલ એસોસિએશનના વાઇસ ચેરમેન ટોરકલ પેટર્સને કહ્યુ છે કે નવી દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલોરમાં પણ બુલેટ ટ્રેન ચલાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જાપાન દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યા […]

Top Stories Ahmedabad Gujarat
aaaa 6 હવે દેશના આ પાંચ શહેરોમાં બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે

અમદાવાદ,

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે ભારતના પાંચ અન્ય શહેરોમાં બુલેટ ટ્રેન ચલાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ હાઇ સ્પીડ રેલ એસોસિએશનના વાઇસ ચેરમેન ટોરકલ પેટર્સને કહ્યુ છે કે નવી દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલોરમાં પણ બુલેટ ટ્રેન ચલાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જાપાન દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યા બાદ આ દિશામાં પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

અંગ્રેજી પોર્ટલ ધ પ્રિન્ટ મુજબ મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટ પર કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ નવા હાઇ સ્પીડ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાક્ષી પ્રોજેક્ટ પર કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ પાંચ શહેરોમાં કામગીરી હાથ ધરવામા આવનાર છે.

નોંધનીય છે કે પેટર્સન સેન્ટરલ જાપાન રેલવે કંપનીના નિર્દેશક તરીકે પણ છે. આ જ કંપની જાપાનની પ્રાઇવેટ પ્રાઇવેટ રેલવે ફર્મ છે. આ જ કંપની મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરી રહી છે.

જો કે હાલ તો અમદાવાદ-મુંબઇની  દેશની પ્રથમ બુલેટ ટ્રેન જ લેટ થઇ ચુકી છે. જમીન અધિગ્રહણમાં વિલંબ થવાના કારણે મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટ ૨૦૨૨ના બદલે 2023માં અમલી શરૂ કરાશે. તેમણે કહ્યુ હતુ કે ટિકિટની કિંમત અને હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને સપોર્ટ કરવા માટે રેવેન્યુ મોડલ પર વાતચીત ચાલી રહી છે.

જી-20  મંત્રીમંડળની બેઠકમાં ભાગ લેવા માટે રેલવે પ્રધાન પિયુષ ગોયલ હાલમાં જાપાનમાં છે. ગોયલે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ગોયલે કહ્યુ હતુ કે ટુંક સમયમાં જ જાપાનની સાથે ભાગીદારી કરીને આધુનિક શિંકાનસેન ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.