મતગણતરી/ ગુજરાતની 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ,ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે…

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે હવે ટૂંક સમયમાં પરિણામ પણ જાહેર થવા લાગશે

Top Stories Gujarat Gram Panchayat Election 21
MATGASNTRI ગુજરાતની 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ,ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે...

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે હવે ટૂંક સમયમાં પરિણામ પણ જાહેર થવા લાગશે.ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. રાજ્યની 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું છે. તો ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી.

મત ગણતરીને લઈને તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે. ત્યારે ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી હાથ ધરાશ તો આ તરફ મત ગણતરીને લઈને 19 હજાર 916 લોકો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છેમત ગણતરીને લઈને 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડેપગે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો અને 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા છે. રાજ્યમાં આ પ્રકારના પંચાયતી રાજને સમરસ પંચાયત કહે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક મતદાતાએ બે મત આપવાના હોય છે. એક મત સરપંચ માટે અને બીજો મત પોતાના વોર્ડમાં પંચાયત સભ્ય માટે. વોર્ડની સંખ્યા વધારે હોવાના કારણે ઈલેક્ટ્રિક વૉટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જે માટે 23,112 મતદાન મથકો પર 37,451 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.