Surat News: સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતા દંપતિ સાથે ઓનલાઇન ફ્રોડ થયું હતું. દંપતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આરોપીના ખાતામાં બે લાખ હતા ત્યારે ખાતું ફ્રીઝ કરી દીધું હતું જેથી દંપતી ને બે લાખ જેટલી રકમ અત્યારે પરત મળી છે,પરંતુ આ મળેલી રકમ દંપતીએ દાન કરી દીધી હતી અને સમાજમાં એક અલગ ચીતર્યો છે
સુરતમાં એક દંપતીની સાથે છેતરપિંડી થઈ હતી અને આ છેતરપિંડીમાં દંપતીએ છ લાખ જેટલા રૂપિયા ગુમાવ્યા હતા. ત્યારબાદ દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કામગીરી કરી આરોપીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું, જેમાં બે લાખ જેટલી રકમ જમા હતી ત્યારે દંપતીના 6 લાખમાંથી બે લાખ જેટલા રૂપિયા રહી ગયા છે અને આ રૂપિયા તેમને પરત મળી જશે પરંતુ આ દંપતીને એક એવો વિચાર આવ્યો તેમના હશે જ નહીં તેના કારણે જ તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ પરત બચેલા બે લાખ રૂપિયા પણ તેમને મળવાની કોઈ આશા ન હતી અને તેથી જ તેમણે આ બે લાખ રૂપિયા પણ દાન કરી દેવાનું નક્કી કર્યું હતું અને આ બે લાખ રૂપિયા જેટલી માતબર રકમ તેમણે દાન કરી દીધી હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના જનતા નગર સોસાયટીમાં ટીનુંઝ બ્યૂટી પાર્લર ચલાવતા ટીનુબેનના પતિને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા માટે ઈટલી આવવાનો ઓર્ડર આપ્યો હતો જેથી ટીનુ બેનના પતિ રાજભાઈ સાવલિયાએ ટીનુબેન ને વાત કરી હતી, અગાઉ પણ ટીનું બેન વિદેશ તૈયાર કરવા જઈ ચૂક્યા છે પરંતુ આ વખતે આવેલા ફોનમાં વધારે લોકોને તૈયાર કરવાના હોવાથી તમામ સ્ટાફને સાથે લઈ જવા માટે સામેની વ્યક્તિએ જણાવ્યું હતું.
બ્યૂટી પાર્લરમાં અંદાજિત 35 જેટલી યુવતીઓનો સ્ટાફ છે, જેથી આ તમામને ઇટાલી લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું. ટીનુબેન અને તેમના પતિ રાજ ભાઈને સામેવાળી વ્યક્તિએ તેમની ટિકિટ સ્પોન્સર કરી હતી અન્ય 35 યુવતીઓની જવાબદારી ટીનુબેન અને રાજભાઈ પર હતી જે પ્રમાણે ફોર્માલિટીઝ હોય છે એ જ પ્રકારે ટીનુબેન અને તેમના પતિ રાજભાઈએ વિઝા ફી તેમ જ પ્રોસેસિંગ ફી સહિત રૂપિયા 6 લાખથી વધારે સામે વાળી વ્યક્તિને આપ્યા હતા. પરંતુ બીજા જે દિવસે સામેવાળી વ્યક્તિનો મોબાઇલ નંબર ફરી ગયો હતો.
આના પગલે રાજભાએ તાત્કાલિક જ સાયબર ક્રાઇમ માં ઓનલાઈન ફરિયાદ કરી હતી, જેથી તાત્કાલિક જ સાયબર ક્રાઈમ પોલીસે તેમને નિવેદન લેવા માટે બોલાવ્યા હતા ત્યારે તાત્કાલિક જ પોલીસે સામેવાળા વ્યક્તિનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું, જ્યારે એકાઉન્ટ ફ્રીઝ કર્યું ત્યારે આ એકાઉન્ટ ની અંદર બે લાખ રૂપિયા હતા ₹6,00,000 માંથી હાલ આ ₹2,00,000 રૂપિયા બચી ગયા હતા. ટીનુબેન અને તેમના પતિ રાજ ભાઈને વિચાર આવ્યો કે આ ૬ લાખ રૂપિયા આપણા નસીબમાં ના હતા પોલીસની કામગીરીને કારણે અત્યારે બે લાખ રૂપિયા પરત આવ્યા છે તો આ બે લાખ પણ આપણે જોઈતા નથી અને દાન કરી દેવું જોઈએ.
આ સમયે એક આર્મી મેનની બહેન બ્યુટી પાર્લરમાં ટ્રેનિંગ લેવાનું પૂછવા આવી હતી. જેથી ટીનુ બેન ને વિચાર આવ્યો કે આ યુવતી નો ભાઈ દેશની સેવા કરે છે તો તેમના માટે થઈને બ્યુટી પાર્લરનો તમામ કોર્સ ફ્રીમાં કરી આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું બ્યુટી પાર્લરનો અંદાજિત કોર્સ 1,30,000 જેટલો થાય છે અને આ કોર્સ તે આ યુવતીને ફ્રીમાં કરી આપશે,કારણકે સાયબર ક્રાઇમ પોલીસે તેમના બે લાખ રૂપિયા બચાવ્યા હતા. તેટલું જ નહીં તે જ બ્યુટી પાર્લરમાં કામ કરતી અન્ય એક યુવતીના લગ્ન હતા આ લગ્નમાં ટીનુબેન અને તેમના પતિ રાજભાઈએ આ યુવતીના પિતાને કન્યાદાન માટેની વાત કરી હતી, જેથી આ યુવતી નો લગ્નનો તમામ ખર્ચ ટીનુબેન અને રાજભાઈએ ઉઠાવ્યો હતો અને કન્યાદાન પણ કર્યું હતું. આમ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ટીનુબેન અને રાજભાઈએ સમાજને ઉત્તમ અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે એવું જ વિચાર્યું હતું કે આ રૂપિયા તેમના નસીબમાં નહીં હોય તેથી જ તેમની સાથે આવું ફ્રોડ થયું હશે પરંતુ અત્યારે સાઇબર ક્રાઇમ પોલીસે બે લાખ રૂપિયા બચાવ્યા છે તે પણ તેઓએ દાન કરી દીધા હતા. હાલ આ સમગ્ર મામલે સાબરકાંઠા પોલીસે અલગ અલગ શંકાસ્પદ લોકોને બોલાવી તેમના નિવેદનો નોંધી રહ્યું છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
