કોર્ટ/ પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિત 7 લોકોને આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવી ફટકારી 6 માસની સજા

ભાવનગરનાં તળાજામાં આવેલ અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા મામલે પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિત 7 લોકોને તળાજા કોર્ટ દોષિત ઠેરાવ્યા છે અને કોર્ટ દ્વારા તમામ સાત ગુનેગારોને 6 માસની સજા પણ ફટકારી છે. 

Gujarat Others Trending
kanu પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિત 7 લોકોને આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવી ફટકારી 6 માસની સજા

ભાવનગરનાં તળાજામાં આવેલ અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા મામલે પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિત 7 લોકોને તળાજા કોર્ટ દોષિત ઠેરાવ્યા છે અને કોર્ટ દ્વારા તમામ સાત ગુનેગારોને 6 માસની સજા પણ ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરનાં તળાજામાં આવેલી અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપની અને ત્યાનાં સ્થાનિક લોકો વચ્ચે કંપની દ્વારા કહેવાતા ગેરકાદેસર ખખન મામલે વિવાદ ચાલી રહ્યો હતો અને હાલ પણ ચાલી જ રહ્યો છે. બસ આજ વિવાદ મામલે જે તે સમયે પૂર્વ ઘારાસભ્ય કનું ભાઈ સહિત 7 લોકોએ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને તે સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હતી.

તળાજા કોર્ટ દ્વારા આ ફરિયાદ મામલે પૂર્વ ઘારાસભ્ય કનું ભાઈ સહિત 7 લોકો સામે કેસ ચાલી જતા કનુભાઈ કલસરિયા સહિત 7 લોકોને કાયદાની કલમ 427 મુજબ 6મહીનાની અને કલમ 417 મુજબ 2મહીનાની તળાજા કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. જો કે, હાલ 8000 ના જામીન પર છુટકારો પણ થયો છે. આપને જણાવી દઇને કે કનુ કલસરિયા 3 ટ્રમ માટે ધારસભ્ય રહી ચૂક્યા છે.

સજા ફડકારવામાં આવી છે તે સાત લોકો

1 કનુભાઈ કલસરીયા
2 વીજય ભાઈ બારૈયા
3 મનુભાઈ ચાવડા
4 જેન્તી ભાઈ ભીલ
5 રધુ ભાઈ બારૈયા
6 દીનેશ ભાઈ
7 ભરત ભાઈ ભીલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…