Covid-19/ વાયરસનાં નવા લક્ષણોએ ડોક્ટરની વધારી ચિંતા, RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ…

ભારતમાં કોરોનાવાયરસ સેકન્ડ વેવની બીજી લહેરનાં કારણે દેશમાં તબાહી મચી ગઈ છે. દરમિયાનમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે.

Trending
mmata 54 વાયરસનાં નવા લક્ષણોએ ડોક્ટરની વધારી ચિંતા, RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ...

ભારતમાં કોરોનાવાયરસ સેકન્ડ વેવની બીજી લહેરનાં કારણે દેશમાં તબાહી મચી ગઈ છે. દરમિયાનમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. એક અહેવાલ મુજબ, કોરોનાવાયરસનું નવું વેરિઅન્ટ વધુ ખતરનાક અને સંક્રમિત હોવાની સાથે ગુપ્ત બની રહ્યું છે. જણાવી દઇએ કે, સિટી હોસ્પિટલનાં ડોક્ટરો કહે છે કે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં દર્દીને કોરોના ચેપનાં વિશિષ્ટ લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ બે-ત્રણ વખત આરટી-પીસીઆર ટેસ્ટ કર્યા પછી પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ છે કે કેમ તે શોધવા માટે આરટી-પીસીઆર ટેસ્ટને અત્યાર સુધી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, પરંતુ આ રિપોર્ટ ચિંતા વધારી દીધી છે.

કાળો બજાર / સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ, 150 રેમડેસિવિર ઇન્જેક્શનને બારોબાર વેચી દેવાયા

એક રિપોર્ટ મુજબ, આકાશ હેલ્થકેરનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.આશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘અમને છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા દર્દીઓ મળી છે. જેને તાવ, ઉધરસ, શ્વાસની તકલીફ અને ફેફસામાં સંક્રમણ હતુ. સીટી સ્કેનથી તેના ફેફસામાં સામાન્ય બ્રાઉન રંગનાં પૈચો દેખાઈ આવ્યા હતા. તેને મેડિકલ ભાષામાં પૈચી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી કહેવામાં આવે છે. આ કોવિડ-19 નું વિશિષ્ટ લક્ષણ છે. તેમણે કહ્યું કે, ભોગ બનેલા લોકો બ્રોન્કોએલેવોલર લૈવેજ (બીએએલ) થી પીડિત છે, જે ડાયગ્નોસ્ટિક ટેકનિક છે. જેમા ચેપગ્રસ્તનાં મોં અથવા નાક દ્વારા ફેફસાંમાં પ્રવાહી આપવામાં આવે છે, જે અંદર જાય છે અને દ્રવનું ટેસ્ટ કરે છે. આ વિશ્લેષણની પુષ્ટિ કરે છે. ડો.ચૌધરીએ કહ્યું કે, ‘તે તમામ લોકોનાં જેમના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હતા, તે બધાનાં લૈવેજ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં, આ બધા કોરોના લક્ષણોમાં પોઝિટિવ જોવા મળ્યાં હતા.

Covid-19 / કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ