Not Set/ ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રના વિવાદના મુદ્દે કોર્ટનો એ-ડિવિઝન પોલીસને ૩૦ દિવસમાં ગુનો દાખલ કરવા ફરમાન કર્યું

મુનીર પઠાણ, ભરૂચ , મંતવ્ય ન્યુઝ   ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રના વિવાદના મુદ્દે કોર્ટનો એ-ડિવિઝન પોલીસને ૩૦ દિવસમાં ગુનો દાખલ કરવા ફરમાન કર્યું   – અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર ગેરકાયદેસર લીધુ હોવાના થયા હતા આક્ષેપ    – રાજકીય કાવા દાવામાં પોલિસ ફરિયાદ દાખલ ન કરતા ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનો આક્ષેપ   ભરૂચ નગરપાલિકાના પ્રમુખપદની […]

Gujarat
IMG 20210623 WA0114 ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રના વિવાદના મુદ્દે કોર્ટનો એ-ડિવિઝન પોલીસને ૩૦ દિવસમાં ગુનો દાખલ કરવા ફરમાન કર્યું

મુનીર પઠાણ, ભરૂચ , મંતવ્ય ન્યુઝ

 

ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રના વિવાદના મુદ્દે કોર્ટનો એ-ડિવિઝન પોલીસને ૩૦ દિવસમાં ગુનો દાખલ કરવા ફરમાન કર્યું

 

– અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર ગેરકાયદેસર લીધુ હોવાના થયા હતા આક્ષેપ 

 

– રાજકીય કાવા દાવામાં પોલિસ ફરિયાદ દાખલ ન કરતા ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનો આક્ષેપ

 

ભરૂચ નગરપાલિકાના પ્રમુખપદની બેઠક અનુસુચિત જાતિની અનામત બેઠક હોવા છતાં હિંદુ દરજી જ્ઞાતિના અમીત ચાવડા એ ખોટું જાતિનું પ્રમાણપત્ર મુકી પ્રમુખ બનતા સમગ્ર મામલો કોર્ટમાં પહોચતા કોર્ટએ સમગ્ર પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું ફરમાન કર્યુ છે જે અંગેની સંપૂર્ણ માહિતી ધારાશાસ્ત્રીએ પત્રકાર પરિષદ થકી માહિતી પૂરી પાડી હતી. ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી તાજેતમાં યોજાઈ હતી ત્યાર બાદ પ્રમુખ પદની બેઠક અનુસુચિત જાતિની હોય અને અનુસુચિત જાતિના ચુંટાયેલા ઉમેદવારો પ્રમુખપદ માટે દાવેદારી કરી શકતા હોય છે પરંતુ નગરપાલિકાના પ્રમુખ પદે હિંદુ દરજી જ્ઞાતિના અમિત શીવલાલ ચાવડાએ ખોટા પ્રમાણપત્ર રજુ કરી પ્રમુખ બન્યા હોવાના આક્ષેપમાં ભરૂચના ફરિયાદી દિનેશ ખુમાણએ ભરૂચના પોલિસ મથકે ફરિયાદ આપી હતી પરંતુ પોલિસ રાજકીય કાવા દાવામાં પુરાવા હોવા છતાં ગુનો દાખલ કરતી ન હોવાના કારણે ફરીયાદીએ તેઓના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતા મારફતે ભરૂચની કોર્ટમાં રાવ નાખી હતી. જેમાં પોલિસ ફરીયાદ દાખલ ન કરતી હોવાના કારણે ફરીયાદીએ સી.આર.પી.સી. એક્ટની કલમ ૧૫૬(૩) મુજબની ફરિયાદ કરી હતી. જે રજુઆત કોર્ટમાં ચાલી જતા સમગ્ર ફરિયાદમાં “સી” ડિવિઝન પોલિસ દ્વારા ફરીયાદીની ફરિયાદનો અસ્વીકાર કરવાના મુદ્દે પી.આઈ. ને પણ કોર્ટમાં સાંભળવામાં આવ્યા બાદ બાય બાય ચાયની રમત રમતા હોવાની વાતે કોર્ટે પી.આઈ.ની ઝાટકણી પણ કરી હતી. જે બાદ સમગ્ર પ્રકરણમાં ફરીયાદીની ફરિયાદ સાચી હોવાનું ઠેરવી ભરૂચ કોર્ટે દ્વારા આઈ.પી.સી.ની કલમ ૧૭૧(જ), ૧૭૭, ૧૮૧, ૧૯૧, ૧૯૩, ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮, અને ૪૭૧ મુજબ ગુનો દાખલ કરવા “એ” ડીવીઝન પોલિસ મથકને હુકમ કરેલ છે. જે ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો આ પ્રથમ કિસ્સો કહી શકાય જેના પગલે ભરૂચના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ એક પત્રકાર પરિષદ સંબોધી સંપૂર્ણ કેસની માહિતી પૂરી પાડી હતી.

 

પોલિસ ફરીયાદ દાખલ ન કરતી હોવાના કારણે પોલિસની ઝાટકણી

 

ફરિયાદીએ સૌપ્રથમ “સી” ડિવિઝન પોલિસ મથકે ફરિયાદ આપી હતી પરંતુ પોલિસ મથકના પી.આઈ.એ જીરોથી ગુનો દાખલ કરી જે તે પોલિસને તપાસ અર્થે આપવાની હોય છે. પરંતુ તેમ ન કરી ફરિયાદીની ફરિયાદનો અસ્વીકાર કરતા પી.આઈ. ડી.પી. ઉનડકટને કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરી ઝાટકણી કાઢી હતી. “સી” ડિવિઝન પોલિસ અને “એ” ડિવિઝન પોલિસ ફરજમાં બેદરકારી અંગેની નોંધ પણ ચુકાદામાં ઉલ્લેખ કરાયો છે, ત્યારે પોલિસ સામે પણ અનેક આક્ષેપો થયા છે.

 

પોલિસ જોહુકમી કરે તો કોર્ટના દ્વાર ખુલ્લા છે : એડવોકેટ અશ્વિન ખંભાતા

 

પોલિસ ઘણી વખત ફરિયાદીની ફરિયાદ યેન કેન પ્રકારે દાખલ કરતી નથી પરંતુ કોર્ટમાં સી.આર.પી.સી.ની કલમ ૧૫૬(૩) મુજબ ફરીયાદી ફરિયાદ દાખલ કરાવી ન્યાય મેળવી શકે છે અને તાજેતરમાં જ રાજકિય કાવા દાવામાં પોલિસ ફરિયાદ દાખલ કરતી ન હોવાના કારણે કોર્ટ મારફતે પણ ફરિયાદી દિનેશ ખુમાણને ન્યાય મળ્યો છે તેમ ધારાશસ્ત્રી અશ્વિન ખંભાતાએ મીડીયા સમક્ષ સમજણ આપેલ હતી.

 

અદાલત માનવ અધિકારનું રક્ષણ કરે છે : એડવોકેટ કૃતાર્થ દેસાઈ

 

ફરિયાદ કરવાનો દરેક નાગરિકને મુળભુત અધિકાર છે પરંતુ કાયદાના રક્ષણ માટે પોલિસ એજન્સી વિપરિત ભુમિકા રાજકીય ઈશારે ભજવતી હોય છે ત્યારે ભરૂચના વિદ્વાન ન્યાયાધીશ પી.ડી. જેઠવાએ કાયદાનું ઝીણવટ ભર્યુ અવલોકન કરતા ઠરાવ્યું કે માત્ર હકુમતના કારણે પોલિસ પોતાની કાનુની ફરજની અવગણના કરી શકે નહી. જો હકુમત ન હોય તો (જીરો) થી એફ.આઈ.આર. નોંધીને પણ હકુમત ધરાવતા પોલિસ થાણાને તબદિલ કરવી જોઈએ જે નાગરિકોના હિતમાં અદાલતનો આ મહત્વનો ચુકાદો છે જે “કાયદાના શાસન” ના સિધ્ધાંતને સમર્થન આપે છે.

 

ગુજરાતમાં નગરપાલિકાના પ્રમુખ ઉપર પ્રથમ ફોજદારી ગુનો દાખલનો ફરમાન

 

સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં જાતિના પ્રમાણપત્રના વિવાદમાં પ્રમુખ અમિત શીવલાલ ચાવડા સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો કોર્ટના હુકમ જે દેશ આઝાદ થયા બાદનો પ્રથમ કિસ્સો ભરૂચમાં નોંધાયેલ છે.

 

પોલીસની નિષ્ક્રિયતા સામે પણ કલમ ૧૬૬ (એ) મુજબ ફરિયાદ દાખલ કરીશું: એડવોકેટ અશ્વિન ખંભાત

 

જ્યારે કોઈપણ ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ આપે તો તેની સૌપ્રથમ એફઆઈઆર(ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ) દાખલ કરી તપાસ કરવાની હોય છે પરંતુ આમ પોલીસ મથકો ઉપર થી ફરિયાદીને ખોખો રમાડવામાં આવી હતી જેના કારણે કોર્ટના જજમેન્ટમાં પણ પોલીસની ગંભીર બેદરકારી સ્પષ્ટ બતાવવામાં આવી છે જેના કારણે પોલીસ સામે પણ ફરજમાં બેદરકારી બદલ ૧૬૬ (એ) મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરીશું એડવોકેટ અશ્વિન ખંભાત જણાવ્યું હતું.