Not Set/ કોવેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસીને ઇમર્જન્સી યુઝ માટેની મંજૂરી નહીં? શું કહ્યું સરકારે

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે તૈયાર કરવામાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ Iફ ઈન્ડિયા (એસઆઈઆઈ) અને ભારત બાયોટેકની રસીના ઇમર્જન્સી યુઝ અંગે માહિતી આપી છે

Top Stories India
corona vaccine કોવેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસીને ઇમર્જન્સી યુઝ માટેની મંજૂરી નહીં? શું કહ્યું સરકારે

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે તૈયાર કરવામાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ Iફ ઈન્ડિયા (એસઆઈઆઈ) અને ભારત બાયોટેકની રસીના ઇમર્જન્સી યુઝ અંગે માહિતી આપી છે. સરકારે એવા મીડિયા અહેવાલોને નકારી દીધા છે કે જેમણે તેમના ઇમર્જન્સી યુઝને મંજૂરી ન આપી હોવાનો દાવો કર્યો હતો.

આરોગ્ય મંત્રાલયે બુધવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, “સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની ઇમરજન્સી કોરોના રસીના ઉપયોગને મંજૂરી નથી આપવામાં આવી તે મીડિયા અહેવાલ ફેક છે.” તો સામે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે ભારત બાયોટેક અને એસઆઈઆઈની રસીઓના કટોકટીમાં વપરાશને મંજૂરી આપી દીધી છે. તમામ અહેવાલો હવામાં છે. 

આપને જણાવી દઈએ કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી તૈયાર કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ 6 ડિસેમ્બરના રોજ કટોકટીના ઉપયોગ માટે અરજી કરી હતી. તે જ સમયે, હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે સોમવારે તેની કોવિડ -19 રસી માટે કટોકટીનો ઉપયોગ કરવાની મંજૂરી માટે અરજી કરી છે.

આ અગાઉ 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, કોવિડ -19 રસી થોડા અઠવાડિયામાં તૈયાર થઈ શકે છે. તે જ દિવસે સાંજે, અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરએ પણ તેની રસીના તાત્કાલિક ઉપયોગ માટે સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી માંગી હતી. ફાઇઝર કંપનીને યુકે અને બહેરિનમાં આવી મંજૂરી મળી છે.

આજે રસીઓ માટેની કટોકટીમાં વપરાશની મંજૂરીની અરજીઓની સમીક્ષા

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) બુધવારે (આજે) ફાઈઝર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની અરજીઓની સમીક્ષા કરશે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ કહે છે કે આ અંગે ઘણી ઉંડી તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું, “તેમાં મોટા પાયે ડેટા જોવાનો સમાવેશ થાય છે.” અમને આશા છે કે આ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે પરંતુ વૈજ્ઞાનિક સદ્ધરતા અને તેમાંની પ્રક્રિયાઓ સાથે ક્યારેય સમાધાન કરવામાં આવશે નહીં. ”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…