Vaccine/ ઇમર્જન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મળી મંજૂરી

સમગ્ર વિશ્વમાં કોરોનાકાળ યથાવત છે, આ મહામારીને દૂર કરવા દુનિયાભરનાં વૈજ્ઞાનિકો વેક્સીન તૈયાર કરી રહ્યા છે. જો કે ઘણા દેશોમાં હવે વેક્સીનનાં તમામ ટ્રાયલ પૂર્ણ થયા બાદ મંજૂરી મળી ગયેલ છે….

India
Mantavya 27 ઇમર્જન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મળી મંજૂરી

આપણા દેશ માટે આ વર્ષ એક સારા સમાચાર સાથે આવ્યુ છે. નવા વર્ષમાં લોકોને આશા હતી કે કોરોના મહામારીથી આપણો દેશ જલ્દી જ બહાર નીકળશે. જો કે હવે આ વાત ખરા અર્થમાં સાચી સાબિત થતી હોય તેવુ લાગી રહ્યુ છે.

આજે પણ સમગ્ર વિશ્વમાં કોરોનાકાળ યથાવત છે, આ મહામારીને દૂર કરવા દુનિયાભરનાં વૈજ્ઞાનિકો વેક્સીન તૈયાર કરી રહ્યા છે. જો કે ઘણા દેશોમાં હવે વેક્સીનનાં તમામ ટ્રાયલ પૂર્ણ થયા બાદ મંજૂરી મળી ગયેલ છે. જો ભારતની વાત કરીએ તો અહી પણ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ભારતમાં બીજી વેક્સિનને મંજૂરી અપાઇ છે. સિરમ બાદ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, ઇમર્જન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મંજૂરી મળી છે. આ નિર્ણય એક્સપર્ટ કમિટીની બેઠકમાં લેવાયો છે. આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીની સામે બે રસીને મંજૂરી આપનાર બહુ દેશોની હરોળમાં હવે ભારત સામેલ થઇ ગયું છે. મહત્વનું છે કે બ્રિટનમાં આની પહેલા બે રસી ફાઇઝર અને ઓક્સફોર્ડ અને અમેરિકામાં બે ફાઇઝર અને મોડર્નાની રસીને મંજૂરી મળી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા બાદ ભારત હાલમાં દુનિયામાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત દેશોમાં બીજા નંબરનો દેશ છે. અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે, માટે દેશમાં સરકારે નવા વર્ષમાં રસીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવીશિલ્ડ બાદ ભારત બાયોટેકની કોવાકસિનને પણ મંજૂરી માટે રેકમેન્ડ કરવામાં આવી છે. આમ એક્સ્પર્ટ પેનલ દ્વારા હાલમાં ભારતમાં કોરોના વાયરસની સામે બે રસીને મંજૂરી અપાઈ ચૂકી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો