Not Set/ સાઉદી અરેબિયા સરકારે ઉમરાહ માટે કોવિડ -19 રસીકરણ ફરજિયાત બનાવ્યું

સાઉદી અરબ સરકારે પણ રમજાન માસમાં ઉમરાહ માટે કોવિડ -19 રસીને ફરજીયાત બનાવ્યું છે. સાઉદી અરેબિયાની સરકારે જણાવ્યું છે કે માત્ર રસીકરણ પછી જ ભક્તો ઉમરાહ માટે આવી શકે છે.

World
antigen corona testing kit 4 સાઉદી અરેબિયા સરકારે ઉમરાહ માટે કોવિડ -19 રસીકરણ ફરજિયાત બનાવ્યું

વૈશ્વિક મહામારી કોરોનાથી આજે આખું વિશ્વ ફફડી રહ્યું છે. દરેક દેશ અને દરેક ધર્મના લોકો આજે કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે સાઉદી અરબ સરકારે પણ રમજાન માસમાં ઉમરાહ માટે કોવિડ -19 રસીને ફરજીયાત બનાવ્યું છે. સાઉદી અરેબિયાની સરકારે જણાવ્યું છે કે માત્ર રસીકરણ પછી જ ભક્તો ઉમરાહ માટે આવી શકે છે.

કોવિડ -19 રસી લીધેલી વ્યક્તિ જ ઉમરાહ કરી શકશે

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે મંત્રાલય ત્રણ કેટેગરીના લોકોને ‘ઇમ્યુનાઇઝ્ડ’ માને છે, પ્રથમ, કોવિડ -19 રસીના પ્રથમ ડોઝના 14 દિવસ પછી, રસીના બંને ડોઝ લીધા હોય અથવા કોરોના વાયરસ ને મહાત આપી ચુકેલા લોકો નો આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે.

આ જ સ્થિતિ ઇસ્લામના પવિત્ર તીર્થસ્થળ મક્કા-મદીના માટે પણ આજ શરતો લાગુ કરવા માં આવી છે. આ અગાઉ મંત્રાલયે જાહેરાત કરી હતી કે રમઝાન દરમિયાન ઉમરાહ કરનારાઓને રસી આપવાની જરૂર નહીં પડે. નોંધપાત્ર વાત એ છે કે હજ 2021 માટે સરકારે કોવિડ -19 રસીનો ડોઝ લેવો ફરજિયાત બનાવ્યો છે.

સાઉદી અરેબિયા ભક્તો માટે રસી ફરજિયાત બનાવે છે

સાઉદી અખબાર ઓકાઝે આરોગ્ય પ્રધાન દ્વારા સહી કરેલા પરિપત્રમાં અહેવાલ આપ્યો છે કે “હજ માટે જવા ઇચ્છતા લોકો માટે કોવિડ -19 રસીકરણ ફરજિયાત છે અને તે પરવાનગી મેળવવા માટેની ઘણી શરતોમાંની એક હશે.” 2020 માં, સરકારે કોરોના વાયરસ રોગચાળાને કારણે હજ યાત્રાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો કર્યો હતો. આ વર્ષનો હજ જુલાઈ મહિનામાં યોજાશે.

ગયા વર્ષે, કોવિડ -19 રોગચાળાને કારણે માર્ચમાં મોકૂફ રાખવામાં આવેલી ઉમરાહ, ઓક્ટોબર 2020 માં ફરી શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં 393,000 કોરોના વાયરસ ચેપના કિસ્સા સામે આવ્યા છે અને કોવિડ -19 ને કારણે 6,700 લોકોનાં મોત નીપજ્યાં છે. સરકારનું કહેવું છે કે 34 મિલિયન વસ્તીવાળા દેશમાં 5 મિલિયન લોકોને કોવિડ -19 રસી ડોઝ આપવામાં આવ્યો છે. ગયા મહિને શાહી સરકાર દ્વારા હજ પ્રધાનને પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને મોહમ્મદ બેનટેનની જગ્યાએ આસામ બિન સઈદને લાવવામાં આવ્યા હતા.