Not Set/ ગંગા કે અન્ય નદીઓમાં મૃતદેહો પ્રવાહિત કરવું કેટલું યોગ્ય ? ગંગામાંથી બે દિવસમાં આશરે 110 થી વધુ મૃતદેહ લાગ્યા હાથ

બે દિવસમાં જ 110 જેટલી લાશ મળી આવી છે. દરમિયાન, બલિયામાં, ગંગાની બાજુમાં 12 થી વધુ લાશો મળી આવી છે.

Top Stories India Trending
bullock cart 15 ગંગા કે અન્ય નદીઓમાં મૃતદેહો પ્રવાહિત કરવું કેટલું યોગ્ય ? ગંગામાંથી બે દિવસમાં આશરે 110 થી વધુ મૃતદેહ લાગ્યા હાથ

બિહારના બક્સરમાં ગંગાના કાંઠે મળી ગયેલી લાશની સંખ્યા હજી પૂરી થઈ ન હતી, કે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં, ગંગા ઘાટ પર આશરે ૫૨ જેટલી અન્ય લાશો મળી આવી છે. બે દિવસમાં જ 110 જેટલી લાશ મળી આવી છે. દરમિયાન, બલિયામાં, ગંગાની બાજુમાં 12 થી વધુ લાશો મળી આવી છે.

હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બક્સરમાંથી મળી આવેલા મૃતદેહો પણ યુપીથી જ વહેતા આવ્યા છે. કારણ  કે ગંગા ગાઝીપુર અને બલિયાથી બક્સર તરફ જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે ગત રાતથી વહીવટીતંત્રે 80 થી 85 મૃતદેહોને ગંગાની બાજુમાં દફનાવી દીધી છે. જો કે, વહીવટીતંત્ર તેમની સંખ્યા 24 જણાવી રહ્યું છે.

bodies found on the banks of the Ganges buxar and ghazipur dm statement different|गंगा में मिले शवों पर UP-बिहार आमने-सामने, जिलाधिकारी अपना मानने को तैयार नहीं| Hindi News, पटना

કેન્દ્રએ રાજ્યને તપાસના નિર્દેશ આપ્યા હતા

દરમિયાન, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આ મામલે તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે સરકારે કોરોનાથી થયેલી મૃત્યુ વચ્ચે ગંગા અને અન્ય નદીઓમાં મૃતદેહો ફેંકી દેવાની ઘટનાની તપાસ કરવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી ઘટનાઓ ન બને.

ડીએમ દ્વારા તપાસ સમિતિની રચના કરી

ગાજીપુરના ગહમર અને કરંડા વિસ્તારમાં ગંગાના કાંઠે મૃતદેહ જોઇને લોકો પરેશાન થયા હતા. આ મામલે તપાસ માટે ડીએમ એડીએમ સિટીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ સિવાય બીજી નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જે ગંગામાં મૃતદેહોના પ્રવાહિત કરવા પર નજર રાખશે.

Scores of Dead Bodies Found Floating in India's Ganges River | India | indiawest.com

એક દિવસ અગાઉ બિહારમાંથી 71 થી વધુ લાશો માંલીઆવી હતી

સોમવારે બિહારના બક્સરમાં ચૌસા સ્મશાનગૃહમાં ગંગામાંથી 71 થી વધુ મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે જેસીબીની મદદથી મૃતદેહોને જમીનમાં દફનાવી દીધા હતા. શબના ડીએનએ અને કોવિડ પરીક્ષણો માટે પણ નમૂના લેવામાં આવ્યા છે.

ગંગા નદીમાંથી મળી આવેલા મૃતદેહ મામલે હવે બંને રાજ્યો વચ્ચે ઘર્ષણ થયું છે. બિહારના બક્સર અને યુપીના ગાઝીપુર જિલ્લાના ડીએમએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ મૃતદેહતેમના વિસ્તારના નથી જ. બક્સર જિલ્લા વહીવટીતંત્રે ડ્રોન કેમેરાથી ઘાટનું મોનિટરિંગ શરૂ કરી દીધું છે.

Scores of dead bodies found floating in Ganga river in Unnao, UP | Uttar Pradesh News | Zee News

બે દિવસ પહેલા કાનપુરમાં યમુનાના કાંઠે મૃતદેહો મળી આવ્યા હતા

બે દિવસ પહેલા જ કાનપુરના ગરમીન વિસ્તારમાં યમુનાના કાંઠે બે થી ત્રણ મૃતદેહો પણ મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘાટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જો કે, આ મૃતદેહ ક્યાંથી આવી તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

Grief and anger as Covid victims overwhelm Delhi's crematoriums | Coronavirus | The Guardian

કાનપુરમાં એક હજારથી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા

કાનપુર અને ઉન્નાવ ના સ્મશાન ઘાટ પર,અંતિમ સંસ્કાર માટે લાકડાની ભારે તંગી ઉભી થઈછે. લોકોએ હિન્દુ રિવાજો અને પરંપરાઓ છોડી દીધી છે અને મૃતદેહોને દફનાવવાનું શરૂ કરી દીધું છે. કાનપુર-ઉન્નાવની ગંગા કિનારે આવી અનેક તસ્વીરો જોવા મળી હતી. અહીં ગંગા કિનારે એક હજારથી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે. તે પણ માત્ર 3 ફૂટનીઊંડાઈ  પર.

majboor str 7 ગંગા કે અન્ય નદીઓમાં મૃતદેહો પ્રવાહિત કરવું કેટલું યોગ્ય ? ગંગામાંથી બે દિવસમાં આશરે 110 થી વધુ મૃતદેહ લાગ્યા હાથ