Not Set/ #Covid19/ અમેરિકામાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો પહોંચ્યો…

કોરોના વાયરસથી દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. અમેરિકામાં, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1,237 લોકોનાં મોત નીપજ્યાં છે. તમામ પ્રયત્નો છતાં અમેરિકામાં કોરોનાથી મરતા લોકોની સંખ્યામાં ઘટાડો નથી આવી રહ્યો. અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 89,420 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, જ્યારે 2.73 લાખ […]

World
a94773693108bdca86549426045f1942 3 #Covid19/ અમેરિકામાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો પહોંચ્યો...

કોરોના વાયરસથી દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. અમેરિકામાં, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1,237 લોકોનાં મોત નીપજ્યાં છે. તમામ પ્રયત્નો છતાં અમેરિકામાં કોરોનાથી મરતા લોકોની સંખ્યામાં ઘટાડો નથી આવી રહ્યો. અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 89,420 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, જ્યારે 2.73 લાખ ચેપગ્રસ્ત લોકો ઠીક થયા છે અને પોતાના ઘરે પહોંચી ગયા છે.

કોરોનાથી યુરોપ અને અમેરિકામાં ભયંકર વિનાશ સર્જાયો છે. રશિયા હવે અમેરિકા પછી ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે. રશિયામાં પણ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2.5 લાખ સુધી પહોંચી ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં જોખમ વિશે વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં 3.11 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે લગભગ 47 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જો કે, લગભગ 16 લાખ લોકો ઠીક પણ થઈ ચુક્યા છે અને તેમના ઘરે પહોંચી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.