Not Set/ #Covid19/ કોરોના વાયરસને રોકવામાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ રહ્યા નિષ્ફળ, મોતનો આંકડો પહોંચ્યો…

યુ.એસ. માં, કોરોના વાયરસ ચેપનાં કેસો હજુ પણ ભયંકર સ્તરે છે. અમેરિકન રાષ્ટ્રપતિ કોરોનાનાં ચેપને રોકવામાં નિષ્ફળ જતા જોવા મળ્યા. અહીં લોકો ચેપને કારણે સતત મરી રહ્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં યુ.એસ.માં કોરોના વાયરસને કારણે 1,450 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી યુ.એસ. માં રહેતા 67,674 લોકો કોરોના વાયરસનાં કારણે મૃત્યુ […]

World
73d25a7c384956905aaa01c62e114481 #Covid19/ કોરોના વાયરસને રોકવામાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ રહ્યા નિષ્ફળ, મોતનો આંકડો પહોંચ્યો...

યુ.એસ. માં, કોરોના વાયરસ ચેપનાં કેસો હજુ પણ ભયંકર સ્તરે છે. અમેરિકન રાષ્ટ્રપતિ કોરોનાનાં ચેપને રોકવામાં નિષ્ફળ જતા જોવા મળ્યા. અહીં લોકો ચેપને કારણે સતત મરી રહ્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં યુ.એસ.માં કોરોના વાયરસને કારણે 1,450 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી યુ.એસ. માં રહેતા 67,674 લોકો કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામ્યા છે. મૃત્યુનો આંકડો ધીમે ધીમે પર્વતની જેમ વિશાળ થઈ રહ્યો છે. યુ.એસ. માં કોરોનામાં સૌથી વધુ મોત થયા છે.

અહેવાલ મુજબ, રવિવારે રાત્રે 8.30 વાગ્યા સુધી, યુ.એસ.માં કોરોના વાયરસનાં ચેપનાં 11 લાખ 50 હજાર કેસ નોંધાયા હતા. આમાંથી 67,674 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1,450 લોકોનાં મોત થયાં છે. વળી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, વર્ષ 2020 નાં અંત સુધીમાં અમેરિકા કોરોનાની રસી તૈયાર કરી દેશે.

યુ.એસ. ઉપરાંત રશિયામાં રવિવારે કોરોનાનાં 10,633 નવા કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રશિયામાં સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. રશિયામાં હવે કુલ 1,34,687 કેસ છે. અહી અડધાથી વધુ કિસ્સાઓ અને મૃત્યુ મોસ્કોમાં બની છે. યુકેમાં, કોરોના વાયરસને કારણે વધુ 315 લોકોનાં મોત થયાં છે. દેશમાં મોતનો આંકડો વધીને 28,446 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.