Not Set/ #Covid19/ પત્રકારનાં સવાલ પર ભડક્યાં ટ્રમ્પ, કહ્યુ- ચીનને કરો આ સવાલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પત્રકારો સાથેનાં ગેરવર્તણૂંકને લઈને વિવાદમાં આવ્યા છે. સોમવારે, તેમણે કોરોના વાયરસ અંગે સીબીએસ ન્યૂઝનાં પત્રકાર વીજિયા જિયાંગ અને સીએનએનનાં કેથલાન કોલિન્સ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. આ સમયે, ટ્રમ્પે અચાનક જ પ્રેસ કોન્ફરન્સનો અંત કર્યો. જિયાંગે ટ્રમ્પને પૂછ્યું હતું કે તેઓ કેમ સતત ભાર મૂકી રહ્યા છે કે […]

World
676e13b686056454f64832e6a60ec645 #Covid19/ પત્રકારનાં સવાલ પર ભડક્યાં ટ્રમ્પ, કહ્યુ- ચીનને કરો આ સવાલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પત્રકારો સાથેનાં ગેરવર્તણૂંકને લઈને વિવાદમાં આવ્યા છે. સોમવારે, તેમણે કોરોના વાયરસ અંગે સીબીએસ ન્યૂઝનાં પત્રકાર વીજિયા જિયાંગ અને સીએનએનનાં કેથલાન કોલિન્સ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી.

આ સમયે, ટ્રમ્પે અચાનક જ પ્રેસ કોન્ફરન્સનો અંત કર્યો. જિયાંગે ટ્રમ્પને પૂછ્યું હતું કે તેઓ કેમ સતત ભાર મૂકી રહ્યા છે કે અમેરિકા અન્ય દેશોની તુલનામાં વાયરસનાં ટેસ્ટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બાદામં જિયાંગે પૂછ્યું, આ કેમ ખાસ છે? આ વૈશ્વિક સ્પર્ધા કેમ? જ્યારે આપણે જોઈએ છીએ કે દરરોજ અમેરિકનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “દરેક જગ્યાએ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને તમારે આ સવાલ ચીનને પૂછવો જોઈએ.” મને આ પૂછશો નહીં. આ પછી, જિયાંગે પૂછ્યું, “ આ બાબત ખાસ તમે મને શા માટે પૂછી રહ્યા છો?” જમાવી દઇએ કે, જિયાંગનો જન્મ ચીનમાં થયો છે, પરંતુ જ્યારે તેણી બે વર્ષની હતી, ત્યારે તે તેના પરિવાર સાથે અમેરિકા રહેવા આવી ગઈ હતી. ત્યારબાદ ટ્રમ્પે સીએનએન રિપોર્ટર કોલિન્સ સામે જોઇને હાથ હલાવ્યો. જ્યારે કોલિન્સે પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સનો અંત કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.