અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસને કારણે થતાં મૃત્યુની વૈશ્વિક સંખ્યા 2,50,000 ને વટાવી ગઈ છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે મૃત્યુઆંકની સંખ્યા 2,52,407 છે.
હાલમાં વિશ્વમાં અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે. આ ખતરનાક વાયરસને કારણે અહીં 69,921 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સીએસએસઈનાં આંકડા મુજબ, 20,000 થી વધુ લોકો મૃત્યુ સાથેનાં અન્ય દેશોની વાત કરીએ તો ઇટાલીમાં 29,079, યુકેમાં 28,809, સ્પેનમાં 25,428 અને ફ્રાન્સમાં 25,204 લોકો મૃત્યુ પામ્યા છે. કોવિડ-19 કેસની વૈશ્વિક સંખ્યા મંગળવારે 36,43,271 છે. સીએસએસઇનાં ડેટા અનુસાર, ચેપનાં 12,12,835 કેસો સાથે અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
