Not Set/ દુબઇમાં ભારતીય દંપતીએ કર્યા અનોખી રીતે, મહેમાનો આ રીતે સમારોહમાં ભાગ લીધો

ઘરની બહાર પોતાના પ્રિયજનો માટે ‘ડ્રાઇવ બાય વેડિંગ’ સમારોહ યોજ્યો હતો.

Top Stories Mantavya Vishesh
GOLDEN MONGOOSE 9 દુબઇમાં ભારતીય દંપતીએ કર્યા અનોખી રીતે, મહેમાનો આ રીતે સમારોહમાં ભાગ લીધો

કોરોના વાયરસે વિશ્વભરમાં આતંક મચાવ્યો છે. કોરોના યુગમાં, ઓફિસમાં કામ કરવાથી લઈને મીટિંગ, ખરીદી, રેસ્ટોરાંમાં જમવાનું,  મુસાફરી અને જન્મદિવસ અને લગ્ન સમારોહનું આયોજન બધામાં રીતભાત બદલાઈ ગઈ છે. આ બધા વચ્ચે દુબઇના સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) શહેરમાં એક ભારતીય દંપતીએ અનોખી રીતે તેમના લગ્નનું આયોજન કર્યું હતું. જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે.

Coronavirus / રસીની દોડમાં યુએસ અને જાપાન નીકળ્યા આગળ, સંક્રમણ રોકવામાં 90…

કોવિડ -19 રોગચાળાને લીધે, દુબઇમાં રહેતા એક ભારતીય દંપતીએ મહેમાન સાથે તેમના લગ્નની તૈયારી કરી હતી. તેણે ઘરની બહાર પોતાના પ્રિયજનો માટે ‘ડ્રાઇવ બાય વેડિંગ’ સમારોહ યોજ્યો હતો.

ખલીજ ટાઇમ્સ દ્વારા અહેવાલ મુજબ, મોહમ્મદ જાઝીમ અને અલમાસ અહમદ, કેરળના વતની છે, તેઓએ પહેલા નિકાહ કર્યા અને પછી તેમના ઘરની બહાર ફૂલોના બનાવેલા મંડળ નીચે ઉભા રહ્યા હતા. ત્યારબાદ પરિવારો અને મિત્રો કે જેઓ લગ્નનો હિસ્સો નથી બની શક્યા  તેમના માટે ઘરની બહાર એક રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ અંતર્ગત, તેના મિત્રો અને નજીકના સગાસંબંધી તેમની કાર ઘરની બહાર બે મિનિટ રોકતા હતા, તેમને અભિનંદન આપતા હતા અને કેટલીક તસવીરો ક્લિક કરતા અને ચાલતા જતા હતા.

જૂથ અથડામણ / વોશિંગ્ટનમાં હિંસા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બીડેનના સમર્થકો વચ…

મહેમાનોને કારમાંથી બહાર નીકળવાની મંજૂરી નહોતી

ખાલિજ ટાઇમ્સે ઝાજીમને ટાંકીને કહ્યું હતું કે નિયમો સરળ હતા. મહેમાનો વાહન ચલાવી ને આવતા હતા. થોડીવાર રોકાતા, ફોટા લેતા અને પછી વાહન ચલાવી ને જતા રહેતા હતા. તેમને કારમાંથી નીચે ઉતારવાની મનાઈ  હતી.

અમીરાત એરલાઇન્સના એરોનોટિકલ એન્જિનિયર જાઝિમે વધુમાં જણાવ્યું છે કે તેના માતાપિતા અને ઘણા સંબંધીઓ વૃદ્ધ છે, તેથી તેઓ કોઈ મોટો સમારોહ કરવા માંગતા ન હતા.જોકે, દુબઈ સરકારે સામાજિક અંતરને અનુસરીને વિધિ કરવાની મંજૂરી આપી છે. આ દંપતીએ ડ્રાઇવ-બાય  રિસેપ્શન કરવાનું વધુ સારું માન્યું.

વ્યાપાર / ચીન સહીત વિશ્વના 15 દેશો વચ્ચે વિશ્વનો સૌથી મોટો વેપાર કરાર,…

આ વિચાર બ્રિટનમાં લગ્નથી આવ્યો છે

જાઝીમ અને અલમાસ યુએઈમાં જ મોટા થયા છે. અને આ તેમના એરેજ મેરેજ હતા.  અલમાસે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં બ્રિટનમાં આ પ્રકારના લગ્ન વિષે જાણ્યું હતું. અને તેમાંથી પ્રેરણા લઈને ત્યારબાદ તેણે ડ્રાઇવ-બાય  રિસેપ્શન કરવાનું નક્કી કર્યું. આકસ્મિક રીતે, અમારા લગ્નના દિવસે ટ્રાફિક પણ ખૂબ ઓછો હતો.

સબંધીઓને ખૂબ ગમ્યું

નવા પરિણીત દંપતીએ કહ્યું કે ડ્રાઇવ-બાય  રિસેપ્શનનો વિચાર તેમના મિત્રો અને સંબંધીઓને ખુબ જ પસંદ આવ્યો હતો. ડ્રાઇવ-બાય રીશેપ્શન દરમિયાન મહેમા ગઈ રહ્યા અને પોતાની કારમાં ગીતો વગાડી રહ્યા હતા. અને નવ દંપતીને સારા નસીબની શુભેચ્છાઓ આપી રહ્યા હતા.