માંગ/ ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામા આવે : બાબા રામદેવ

આંધ્રપ્રદેશનાં મહાટી ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં રામદેવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાયદો લાવવો જોઈએ અને ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ.

Top Stories India
ગાયને જાહેર કર્યો રાષ્ટ્રીય પ્રાણી

ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ. આ માંગ યોગ ગુરુ અને પતંજલિ પીઠમનાં વડા બાબા રામદેવે કરી છે. બાબા રામદેવે આંધ્રપ્રદેશનાં તિરુપતિમાં મહાતી ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

ગાયને જાહેર કર્યો રાષ્ટ્રીય પ્રાણી

આ પણ વાંચો – ભાવ વધારો / ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થશે જનતા, LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો

આંધ્રપ્રદેશનાં મહાટી ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં રામદેવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાયદો લાવવો જોઈએ અને ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ. ઈન્ડિયા ટુડેનાં સમાચાર અનુસાર રામદેવે કહ્યું, ‘પતંજલિ પીઠમ ગાય સંરક્ષણ અભિયાનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.’ રામદેવે ગો મહાસંમેલનની પ્રશંસા કરી અને કહ્યું કે આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ તેમને ટીટીડી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. રામદેવે ટીટીડી દ્વારા હિંદુ ધર્મનાં પ્રચાર માટે ચલાવવામાં આવતા કાર્યક્રમોની પણ પ્રશંસા કરી હતી. તેમણે ટીટીડીનાં ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીની પણ પ્રશંસા કરી હતી.

ગાયને જાહેર કર્યો રાષ્ટ્રીય પ્રાણી

આ પણ વાંચો –વિદેશ પ્રવાસ / PM મોદી COP26 માટે સ્કોટલેન્ડ પહોંચ્યા, ભારતીય સમુદાયએ કર્યું ભવ્ય સ્વાગત

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવાની માંગણી તેજ બની છે. આ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે થોડા સમય પહેલા ગાયોની સ્થિતિને લઈને મોટા સૂચન આપ્યા હતા. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું સૂચન કર્યું હતુ.