કેપટાઉન,
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચ શનિવારે કેપટાઉનમાં રમાવવાની છે. આ અંતિમ મેચ બંને ટીમો માટે કરો ય મરો સમાન બની રહેશે . અંતિમ અને ત્રીજી ટી-૨૦માં ભારતીય ટીમ આ મેચ જીતીને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વિરાટ બ્રિગેડ પહેલેથી જ આફ્રિકા સામે રમાયેલી વન-ડે શ્રેણી ૫-૧થી જીતી ચુકી છે. ત્યારે આ ટી-૨૦ મેચ જીતને ભારત દક્ષિણ આફ્રિકામાં એક પ્રવાસમાં બે સીરીઝ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
જયારે યજમાન દક્ષિણ આફ્રિકન ટીમ પહેલેથી ૬ વન-ડે મેચની શ્રેણી શરમજનક રીતે હારી ચુકી છે, ત્યારે અંતિમ ટી-૨૦ મેચમાં વિજય મેળવી સીરીઝ પોતાના નામે કરી શકે છે.
કેપટાઉનમાં પ્રથમ ટી-૨૦ મેચ રમી રહ્યું છે ભારત
કેપટાઉનના ન્યુ લેન્ડ્સ ગ્રાઉન્ડ પર ભારત આ પહેલા એક પણ ટી-૨૦ મેચ રમ્યું નથી. ભારત આ મેદાનમાં પહેલી મેચ રમી રમ્યું છે જયારે યજમાન ટીમનો પણ ઈ મેદાનમાં રેકોર્ડ નોધપાત્ર રહ્યો નથી. ન્યુ લેન્ડ્સ ગ્રાઉન્ડ પર આફ્રિકન ટીમની સફળતાનો દર ૩૭.૫ ટકા છે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીમાં ભારત અને આફ્રિકન ટીમ ૧-૧ મેચ જીતી ચુક્યા છે અને સીરીઝ ૧-૧ થી સરભર છે. જોહનિસબર્ગમાં રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતનો ૨૮ રને વિજય થયો હતો જયારે સેન્ચુરિયનમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં યજમાન ટીમનો ૬ વિકેટે વિજય થયો હતો.