Rajkot/ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું જુગારધામ, કૂકડાઓને લડાવી રમતા હતા જુગાર

રાજકોટ એકવાર ફરી કૂકડાઓની લડાઇને લઇને પ્રકાશમાં આવ્યુ છે. અહી કૂકડાઓને લડાવીને જુગાર રમાતા હોવાનું સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં જૂની લાલપરી નદીનાં કાંઠેથી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી છે. આપને જણાવી દઇએ કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુલ 11 જેટલા આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે દરમિયાન 14.46 લાખનો મુદ્દામાલ જપ્ત […]

Breaking News
sss 12 ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું જુગારધામ, કૂકડાઓને લડાવી રમતા હતા જુગાર

રાજકોટ એકવાર ફરી કૂકડાઓની લડાઇને લઇને પ્રકાશમાં આવ્યુ છે. અહી કૂકડાઓને લડાવીને જુગાર રમાતા હોવાનું સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં જૂની લાલપરી નદીનાં કાંઠેથી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી છે.

આપને જણાવી દઇએ કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુલ 11 જેટલા આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે દરમિયાન 14.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જણાવી દઇએ કે, રવિવારનાં રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઇ વી.એમ.રબારીની ટીમ દ્વારા જૂની લાલપરી નદીનાં કાંઠે કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓ ને ત્યાં રેડ પાડવામાં આવતા નાસ ભાગ મચી જવા પામી હતી. દરમિયાન પોલીસે બે મુખ્ય સૂત્રધાર સહિત 11 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અનેક લોકો નાસી છૂટ્યા હોવાનું પણ સામે આવ્યું છે.