દુર્ઘટના/ સુરત લીફ્ટ દુર્ઘટનામાં 6 વ્યક્તિ સામે મનુષ્યવધનો ગુનો,ચારની ધરપકડ

સુરત ના પાંડેસરા ખાતે નવનિર્મિત બાંધકામ ના 14 માં માળે થી નીચે પટકાઈ મોત ને ભેટતા પોલીસે 6 વ્યક્તિ સામે મનુષ્ય વધનો ગુનો નોંધી 4 ની ધરપકડ કરી

Top Stories Surat
સુરત સુરત લીફ્ટ દુર્ઘટનામાં 6 વ્યક્તિ સામે મનુષ્યવધનો ગુનો,ચારની ધરપકડ

સુરતના પાંડેસરા ના વડોદ ખાતે એક દુઃખદ ઘટના બની હતી જેમાં નવનિર્મિત બાંધકામના 14માં માળે કામ કરતા બે યુવાનો લિફ્ટ ચેમ્બરમાં એન્ગલ લગાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમ્યાન સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. આ ઘટનામાં બને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિજપયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે બને યુવકોને સેફટીના કોઈ સાધન આપવામાં ના આવ્યા હતા. જેથી પોલીસે આ ઘટનામાં 6 લોકો સામે મનુષ્ય વધ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં 4 લોકો ની પોલીસે ધરપકડ કરી હતી.

સુરત ના પાંડેસરા વિસ્તાર માં નવનિર્મિત બાંધકામના 14 માં માળે બે યુવાનો લિફ્ટ ચેમ્બર એન્ગલ લગાવવાનું કામ કરતા હતા તે દરમ્યાન એક યુવક નું સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો. તેને બચાવવા જતા બીજા યુવકનું પણ સંતુલન ખોરવાયું હતું. અને બને 14 માં માળે થી સીધા નિચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા. અને ઘટના સ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત નિજપયા હતા.

ઘટના ને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. બંને યુવકો જ્યારે બિલ્ડીંગમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈપણ સેફ્ટીના સાધનોનો પહેર્યા નહીં હોવાનું સામે આવ્યું હતું. બંને  યુવકો આકાશ બોરસે અને નિલેશ પાટીલના મોતને પગલે પોલીસે સેફટી ના સાધનો ના પહેર્યા હોવાનું નોંધ્યું હતું.અને તેથીજ પોલીસે જવાબદાર બિલ્ડર, કોન્ટ્રાકટર, સુપરવાઈઝર, મેનેજર અને સાઈટ સાંભળનાર કુલ 6 લોકો સામે મનુષ્ય વધ નો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલોસે તમામ 6 લોકો ની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે કોન્ટ્રાકટર, સુપરવાઈઝર, મેનેજર અને સાઈટ સાંભળનાર એમ કુલ ચાર લોકો ને ઝડપી પાડયા હતા. હાલ બને મુખ્ય બિલ્ડર પોલીસ પકડ થી દુર છે. જેને શોધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે જે રીતે આ ઘટના બની છે તે ઘટના સેફ્ટીના સાધનો ન પહેર્યા હોવાને કારણે અતિ ગંભીર બની છે. ખરેખર 14 માં માળે કામ કરતા આ કર્મચારીઓએ જો સેફટી ના સાધનો પહેર્યા હોત તો પરિણામ એટલું દુઃખદ ન હોત.