Not Set/ મગરનાં બચ્ચાને જબરદસ્તી પીવડાવી બીયર, જાણો શું થયુ પછી

આપણે સૌ જાણીએ છીએ કે પાણીમાં રહેતો મગર ઘણો ખતરનાક હોય છે, તે પોતાના શિકારને જે રીતે પાણીમાં દબોચતુ હોય છે તે જોઇ કોઇ પણ તેના ડરે તે સ્વાભાવિક વાત છે. પરંતુ અમે તમને આજે જે જણાવવા જઇ રહ્યા છીએ તે જાણી આપ ચોંકી જશો. અમેરિકાનાં ફ્લોરિડામાં એક વ્યક્તિએ એવું કામ કર્યું કે જેને જોઈને […]

Top Stories World
pjimage 2019 10 15T090141.247 મગરનાં બચ્ચાને જબરદસ્તી પીવડાવી બીયર, જાણો શું થયુ પછી

આપણે સૌ જાણીએ છીએ કે પાણીમાં રહેતો મગર ઘણો ખતરનાક હોય છે, તે પોતાના શિકારને જે રીતે પાણીમાં દબોચતુ હોય છે તે જોઇ કોઇ પણ તેના ડરે તે સ્વાભાવિક વાત છે. પરંતુ અમે તમને આજે જે જણાવવા જઇ રહ્યા છીએ તે જાણી આપ ચોંકી જશો. અમેરિકાનાં ફ્લોરિડામાં એક વ્યક્તિએ એવું કામ કર્યું કે જેને જોઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેણે એક મગરનાં બચ્ચાને બીયર પીવડાવી દીધુ અને આ હરકત કરવાનો વીડિયો પણ તેણે બનાવ્યો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયા બાદ યુવકની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે તેના મિત્રો પણ સાથે હતા, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. યૂએસએ યુડેનાં રિપોર્ટ મુજબ 27 વર્ષીય ટિમોથી કેમ્કે અને 22 વર્ષીય સ્ટુઅર્ટની ગેરકાયદેસર રીતે મગરને લઈ જવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા ફ્લોરિડા વન્યજીવ સંરક્ષણે તપાસ કરી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ટિમોથી કેમ્કેએ મગરનાં બચ્ચાને પકડ્યું અને બીયર પીવડાવી. ત્યાર બાદ બચ્ચું આક્રમક જોવા મળ્યું. તે પોતાની અંદર રહેલા જોરને વાપરતુ જોવા મળ્યુ.

એક મગરનાં બચ્ચા સાથે કરવામાં આતી અમાનવીય વર્તનની લોકો ખૂબ ટીકા કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટિમોથી કેમ્કે પહેલા મગરનાં બચ્ચાને હાથમાં પકડે છે અને તેના મોઢામાં હાથ અંદર નાંખે છે. ત્યાર બાદ તેને બીયર પીવડાવે છે. બીયર પીધા બાદ મગરનું બચ્ચુ તુરંત જ પોતાને છોડાવવાનો પ્રયત્ન કરતુ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.