Bharuch news/ ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી કાંસમાં મગર દેખાયા

ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી કાંસમાં મગર જોવા મળ્યા. જૂના નેશનલ હાઇવે નંબર 8ની પાસે મગર દેખાયા. ભરૂચ-અંકલેશ્વર વચ્ચે એક સાથે ત્રણ મગર દેખાયા.

Top Stories Gujarat Others Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 3 1 ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી કાંસમાં મગર દેખાયા

Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી કાંસમાં મગર જોવા મળ્યા. જૂના નેશનલ હાઇવે નંબર 8ની પાસે મગર દેખાયા. ભરૂચ-અંકલેશ્વર વચ્ચે એક સાથે ત્રણ મગર દેખાયા. મગર દેખાતા લોકોને આશ્ચર્ય થયું છે. મગરને જોવા પસાર થતા લોકોએ ભીડ જમાવી. સામાન્ય રીતે મગર નદી, મોટા તળવા કે દરિયામાં જોવા મળે છે. પરંતુ ભરૂચમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. તેવામાં અંકલેશ્વરમાં વરસાદી કાંસમાં મગર દેખાતા લોકોને અચરજ થયું છે. મગરનો વીડિયો સામે આવ્યો છે. દેખાય છે કે મગર પાણીમાંથી બહાર જઈ ફરી પાછો પાણીમાં ફરવા લાગ્યો છે.

શહેરમાં મેઘરાજાએ આતંક મચાવતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે 25/07/2024 ગુરૂવારના રોજ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI માં શિક્ષણકાર્ય બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.

હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ભરૂચમાં ભારે વરસાદ પડશે. ગુરુવાર રાત્રિથી શનિવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેવાની શકયતાઓ છે. વીજ કડાકા સાથે 47 કિમી ઝડપે પવન ફૂંકાશે. શુક્રવારે મધ્યમ વરસાદ જોવા મળી શકે. વરસાદ છતાં ભરૂચ શહેરમાં હવાની ગુણવત્તાપ્રદૂષણના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. હવામાં પ્રદૂષણ વધતા શ્વાસમાં મુશ્કેલી તેમજ ગળામાં બળતરા જેવા લક્ષણો થઈ શકે છે. આથી જે લોકોને શ્વાસની સમસ્યા હોય તેમણે આ દિવસોમાં સાવધાની રાખવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : અશ્વિની વૈષ્ણવ

 આ પણ વાંચો: ઈસનપુરની પોલીસ ચોકીની બહાર જ પોલીસને ગાળો બોલીને બનાવી રીલ 

આ પણ વાંચો: 25 જુલાઇના રોજ સાંજે ગુજરાત ભરમાં મંડલ સહ યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં મસાલ રેલી યોજાશે