Gujarat Weather/ Gujarat Rain Live: વરસાદના આગમનથી ઇડરગઢમાં કુદરતી સૌંદર્ય ખીલ્યું, સુરતના ખાડીપૂરમાં અનેક વિસ્તાર જળમગ્ન

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ મધ્યગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત. ભારે વરસાદને પગલે આણંદ અને વડોદરામાં જળબંબાકારની સ્થિતિ.

Top Stories Gujarat Others Breaking News

Gujarat Rain News: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ મધ્યગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત. ભારે વરસાદને પગલે આણંદ અને વડોદરામાં જળબંબાકારની સ્થિતિ. આજે આણંદમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારના વરસાદ સંદર્ભે જાહેર કરાયેલા આંકડા મુજબ બુધવારે આખો દિવસ રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો. આજે હવામાન વિભાગે આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે. આણંદ ઉપરાંત ગુરુવાર 25 જુલાઈના રોજ રાજયમાં 13 જિલ્લાઓ મધ્યમથી ભારે વરસાદનું જોર રહેશે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડવાની શકયતાઓ છે. ઉપરાંત દ્વારકામાં ગઈકાલે વરસાદના વિરામ બાદ આજે ફરી મેઘરાજાનો કહેર જોવા મળી શકે છે.

Gujarat Rain Update 25 July

15:13
વલસાડ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં હળવો વરસાદ. ધરમપુરના પહાડી વિસ્તારમાં વાતાવરણ ખુશનુમા. ધરમપુરના ડુંગરોમાં કુદરતી સૌંદર્ય ખીલ્યું. નદી ઝરણા અને ધોધ ના મનમોહક દ્રશ્યો
પહાડી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી.

14:44
રાજ્યમાં સર્વત્ર વરસાદને પગલે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હાલ રાજ્યમાં હાલ 2 સિસ્ટમ સક્રિય થઈ છે. સાઉથ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. દીવ દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું. ભરૂચ,સુરત,નર્મદા.તાપીમાં મધ્યમ વરસાદ અને ડાંગ,મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. અમદાવાદમાં આજે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

13:15
જૂનાગઢ

જુનાગઢના માળીયાહાટીના ગામોમાં હજી પાણી ભરાયા છે. વડીયા ગીર ગામ ચાર દિવસથી પાણીમાં ગરકાવ. વ્રજમી ડેમના ચાર દરવાજા ખોલાયા બાદ પાણી. ગામના ઝાંપે વહેતી નદી બે કાંઠે થતા પાણી જ પાણી. કોજવે પુલને ઉંચો કરવા ગામલોકોએ કરી માંગ.

13:09
સુરત
સુરતના કિમ નદીના પાણી ઘુસ્યા. કિમ નદીના પાણી ઉમરાછી ગામે ઘુસ્યા. ઉમરાછી ગામની ચારે કોર પાણી. વડોલી ગામે પણ કિમ નદીના પાણી ભરાયા. ઓલપાડ-કિમ હાઇવે પર પાણીથી વાહન બંધ થયો. વરસાદને પગલે ઉમરાછી અને વડોલી ગામ સંપર્ક વિહોણું બન્યું. વડોલી ગામે વાડીમાં 4 લોકો ફસાયા હતા. કિમ નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ફસાયા. NDRFની ટિમે વડોલીગામે પહોંચી રેસ્ક્યુ કર્યું. 4 યુવકોને રેસ્ક્યુ કરાઈ સલામત સ્થળે ખસેડ્યા. પાણી વળતા વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરાયો.

12:45

રાજકોટ

રાજકોટના ઉપલેટામાં પણ પાળો તુટી ગયો. ગઢાળા નજીક મોજ નદી પરનો કોઝવે તૂટ્યો. કોઝવે પરનો એક સાઈડનો આખો ભાગ તૂટ્યો
મોજ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના ભારે પ્રવાહને કારણે નદી પરનો કોઝવે તૂટ્યો.  કોઝવે તૂટી પડતા ગઢાળા થી ઉપલેટા સેવંત્રા ખાખી જાળીયા ભાયાવદર તરફ જવા માટે વાહન ચાલકો ને હાલાકી.  ગત વર્ષ પણ આ કોઝવે તૂટી પડ્યો હતો. કોઝવે ઊંચું બનાવવા ની લોકો ની માંગ. હાલ કોઝવે તૂટી ગયો હોવાને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ ને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

12:00

બોરસદ

આણંદનાં બોરસદમાં વરસાદનો વિરામ. પ્રભાવિત વિસ્તાર હજી પણ વરસાદી પાણીમાં સ્થાનિકો તરાપાના સહારે કરી રહ્યા છે અવર-જવર. આણંદમાં આજે ભારે વરસાદને આગાહી હતી જો કે વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

11:40

સાબરકાંઠા

સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સાવત્રિક વરસાદ. ગત 24 કલાકથી મેઘરાજા મહેરબાન થતા જીલ્લામાં ઠંડક પ્રસરી. મેધો મહેરબાન થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ઈડરિયા ગઢ પર આવેલા પાણીના ધોધ વહેતા થયાં. ડુંગર વાદળો ની ચાદરો વરચે ઘેરાતા હિલ સ્ટેશન જેવા નજરોના દ્ર્શ્યો સામે આવ્યા. ઈડરિયા ગઢની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોમાં પણ ખુશી જોવા મળી. ઇડરમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ડૂંગર પરથી પાણીના ધોધ વહેતા થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા. ઈડરીયા ગઢ પર વનસ્પતિ સોળેકળાએ ખીલી ઉઠતા કુદરતી નજારો પ્રવાસીઓને પણ આકર્ષી રહ્યો છે.

11:38

આણંદ
આણંદના અક્ષરનગરમાં કલાકો સુધી ઘરોમાં પાણી રહ્યાં. અક્ષરનગરમાં 20 કલાક સુધી મકાનોમાં પાણી રહેતા મકાનોમાં ઘર વખરી અને સમાનને ભારે નુકસાન થયું. સવારે પાણી ઉતરતા સ્થાનિકોએ સાફ સફાઈ શરૂ કરી.
અનેક લોકોનો તમામ સરસમાન પાણીમાં થયો તબાહ. તંત્ર મદદ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી.

11:36
હિંમતનગર
હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું જોર. હડીયોલ, ગઢોડા, આકોદરા, આસરોડીયામાં વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા.

11:35
વડોદરા
વડોદરાના ડભોઇમાં નદીના પાણી ફરી વળ્યા. ડંગીવાળાના મુખ્ય માર્ગો પર ઢાઢર નદીના પાણી ફરી રસ્તાઓ અદ્રશ્ય થયા. ઢાઢર નદીના પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા થયા. નારણપુરા,વીરપુરા, બંબોજ સંપર્ક વિહોણા થયા. અને મગનપુરા, પ્રયાગપુરા જવાના માર્ગો પર પાણી. નદી કાંઠાના ગામોમાં જન જીવન પર સીધી અસર થઈ. ભારે વરસાદને લઈ દેવ ડેમમાંથી પાણી છોડાયુ.

શહેરમાં વરસાદી તબાહી મચાવી. સાવલીમાં અનેક ગામોમાં પાણી ઘુસ્યા. આજવા ડેમનાં પાણી વિશ્વામિત્રીમાં છોડાયુ. નદીમાં પાણી છોડાતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા. પિલોલ ,અલીન્દ્રા,દરજી પુરા,ખોખર ગામમાં પાણી ફરી વળ્યું. તો સાવલીનાં પીલોલ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોને આવન-જાવનમાં મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીના પ્રવાહમાં રોડ રસ્તા પણ ધોવાઈ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમયથી ચાલતા મુશળધાર વરસાદને પગલે સાવલીનાં ખોખર, ઇન્દ્રાડ, પિલોલ,દરજીપુરા,અલીન્દ્રાના ગામો સંપર્ક વિહોણા થયા. છેવાડાનાં ગામોમાં ગોઠણ સમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે.

09:57
સુરત
સુરતમાં મેઘરાજાએ ખમૈયા કરી છે. છતાં ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું. ગ્રામ્યમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણી ભરાયા અને માર્ગો પર પાણી ફરી વળ્યા. વરસાદ બંધ છતાં સતત વધી રહ્યું છે નદીનું લેવલ વધી રહ્યું છે.

09:14

સુરત

સુરતમાં વરસાદને પગલે કિમ-ભરૂચને જોડતા હાઇવે પર પાણી ભરાયા. સ્ટેટ હાઇવે 46 પર પાણી ફરી વળ્યા. ઓલપાડનાં વડોલી વાંકે કિમ નદીના પાણી ફરી વળ્યાં. ભારે વરસાદને પગલે કિમ નદી ગાડીતુર બની. નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા. અંકલેશ્વર જવા માટે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.

09:13

અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ. છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામતા મોડાસા અને બાયડમાં બે ઇંચ વરસાદ, ધનસુરામાં એક ઇંચ વરસાદ, ભિલોડા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો.

08:44

ઇડર

ઈડરમાં લાંબા વિરામ બાદ મેધો મહેરબાન. ભારે વરસાદને કારણે ઝરણાં વહેતા થયા. ડુંગરો પરથી પાણીનાં ધોધ વહેતા થયા. ધોધ વહેતા થતાં નયન રમ્ય દ્રશ્યો સર્જાયા. ઈડરમાં 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ. ઇડર ગઢ પર આવતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી.

08:20

ભરૂચ

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ ખાબક્યો. ભરૂચમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો. જંબુસરમાં 3.6 ઇંચ,આમોદમાં 2.68 ઇંચ, વાગરામાં 4.52 ઇંચ,ભરૂચમાં 7.44ઇંચ, ઝઘડિયામાં 5.4 ઇંચ,અંકલેશ્વરમાં 5.2 ઇંચ, હાંસોટમાં 5.2 ઇંચ અને વાલિયામાં 4 ઇંચ, નેત્રંગમાં 3.28 ઇંચ વરસાદ નોંધાયો.

08:19
વડોદરા

વડોદરમાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર છે. આજે સવારે 6 વાગે વિશ્વામિત્રીની સપાટી 26.50 ફૂટ હતી. શહેર અતિભારે વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ પર પંહોચી ગઈ. હાલમાં વિશ્વામિત્રીની ભયજનક સપાટી પર વહી રહી છે. વિશ્વામિત્રીના સતત વધી રહેલા સ્તરે તંત્રની ચિંતા વધારી. આ ઉપરાંત શહેરમાં વરસાદી પાણી ભરાતા આજવા સરોવરની જળ સપાટી વધી 212.20 ફૂટ પર છે.

07:34
ભાવનગર


ભાવનગર શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જળસ્તર વધતા પાણીની આવક 21ફૂટ 9 ઇંચથી 23 ફૂટ 1 ઈંચે પહોંચી ગઈ. સારા વરસાદને લીધે ડેમમાં પાણીની આવક થઈ. શેત્રુંજી ડેમમાં 2855 ક્યુસેક પાણીની આવક થતા ડેમ 34 ફૂટે અવરફલો થયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : અશ્વિની વૈષ્ણવ

 આ પણ વાંચો: ઈસનપુરની પોલીસ ચોકીની બહાર જ પોલીસને ગાળો બોલીને બનાવી રીલ 

આ પણ વાંચો: 25 જુલાઇના રોજ સાંજે ગુજરાત ભરમાં મંડલ સહ યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં મસાલ રેલી યોજાશે