Shameful/ પાકિસ્તાનમાં મહિલા ટિકટોકર પર ટોળાએ કર્યો હુમલો, કપડા પણ ફાંડી નાખ્યા, જુઓ વીડિયો

પાકિસ્તાનનાં સ્વતંત્રતા દિવસ પર શહેરનાં ગ્રેટર ઇકબાલ પાર્કમાં મહિલા ટિકટોકર અને તેના સહયોગીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.

World
1 196 પાકિસ્તાનમાં મહિલા ટિકટોકર પર ટોળાએ કર્યો હુમલો, કપડા પણ ફાંડી નાખ્યા, જુઓ વીડિયો

લાહોર પોલીસે મંગળવારે પાકિસ્તાનનાં સ્વતંત્રતા દિવસ પર શહેરનાં ગ્રેટર ઇકબાલ પાર્કમાં મહિલા ટિકટોકર અને તેના સહયોગીઓ પર હુમલો અને ચોરી કરવાના આરોપમાં સેંકડો અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ફરિયાદીએ કહ્યું છે કે, તે તેના છ સાથીઓ સાથે સ્વતંત્રતા દિવસ પર મીનાર-એ-પાકિસ્તાન પાસે એક વીડિયો બનાવી રહી હતી, ત્યારે લગભગ 300 થી 400 લોકોએ તેના પર હુમલો કર્યો હતો.

તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે અને તેના સાથીઓએ ભીડથી બચવા માટે ભારે પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, પાર્કનાં સિક્યુરિટી ગાર્ડે મિનાર-એ-પાકિસ્તાનની આસપાસની દિવાલનો દરવાજો ખોલ્યો હતો. પીડિતાએ કહ્યું હતું કે, “જોકે, ભીડ મોટી સંખ્યામાં હતી અને લોકો દિવાલને પાર કરીને અમારી તરફ આવી રહ્યા હતા. લોકો મને ધક્કો મારી રહ્યા હતા અને મને એટલી હદે ખેંચી રહ્યા હતા કે તેઓએ મારા કપડા પણ ફાડી નાખ્યા હતા. ઘણા લોકોએ મને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભીડ મોટી સંખ્યામાં હતી અને તેઓએ બાદમાં મને હવામાં ફેંકી હતી.”

આ પણ વાંચો- કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું ? :  કોંગ્રેસ

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, તેના સહયોગીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સંઘર્ષ દરમિયાન, તેની વીંટી અને કાનની બુટ્ટીઓ બળજબરીથી છીનવી લેવામાં આવી હતી, તેમજ તેના એક સાથીનો મોબાઇલ ફોન, તેનું ઓળખ કાર્ડ અને તેની પાસે રહેલા રૂ.15,000 પણ છીનવી લેવામાં આવ્યા હતા. એફઆઈઆરમાં મહિલા પર હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ તેમજ તેના કપડા ફાડવા, ચોરી કરવી અને હુલ્લડ ફેલાવવું જેવી કલમો ઉમેરવામાં આવી છે. પુરુષોની આ હરકતો પર દેશમાં સામાન્ય નાગરિકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.સાથ જ આ લોકોને કડક સજા કરવાની માંગ પણ ઉઠાવી છે.

આ પણ વાંચો – ત્રીજી રન ફોર યુનિટી શરુ કરનારા અભિનેતા મિલિંદ સોમન 22મીએ SOU પહોંચશે,મુંબઇના શિવાજી પાર્કથી  416 કિલો મીટર દોડશે