contreversey/ ગાઝિયાબાદ અકસ્માત વિવાદમાં કુમાર વિશ્વાસની સુરક્ષામાં તૈનાત CRPF કમાન્ડોને ફરજ પરથી દૂર કરાયા

કવિ કુમાર વિશ્વાસની સુરક્ષામાં સામેલ સુરક્ષાકર્મીઓના વિવાદમાં હવે એક નવો વળાંક આપ્યો છે. ડૉ. પલ્લવ બાજપાઈ દ્વારા કવિરાજના સશસ્ત્ર કર્મચારીઓએ તેમની પર હુમલો કર્યોની ફરિયાદ બાદ ડોક્ટરોના સંગઠને પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી.

Top Stories India
YouTube Thumbnail 77 1 ગાઝિયાબાદ અકસ્માત વિવાદમાં કુમાર વિશ્વાસની સુરક્ષામાં તૈનાત CRPF કમાન્ડોને ફરજ પરથી દૂર કરાયા

કુમાર વિશ્વાસની મુશ્કેલીઓ વધી છે. ગાઝિયાબાદ મામલો વધુ તુલ પકડી રહ્યો છે. કવિ કુમાર વિશ્વાસની સુરક્ષામાં સામેલ સુરક્ષાકર્મીઓના વિવાદમાં હવે એક નવો વળાંક આપ્યો છે. ડૉ. પલ્લવ બાજપાઈ દ્વારા કવિરાજના સશસ્ત્ર કર્મચારીઓએ તેમની પર હુમલો કર્યોની ફરિયાદ બાદ ડોક્ટરોના સંગઠને પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગાઝિયાબાદ અકસ્માતનો કિસ્સો વધુ વિવાદાસ્પદ બનતા કુમાર વિશ્વાસની સુરક્ષા તૈનાત CRPF કમાન્ડોને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા રોડ રેજની ઘટના બાદ CRPFએ આ કાર્યવાહી કરી છે.

સુરક્ષા દળની એજન્સીએ કવિ કુમાર વિશ્વાસને આપવામાં આવતી VIP સુરક્ષા યુનિટમાં તૈનાત કરાતા CRPF કમાન્ડોમાં બીજી કમાન્ડો બેચને તૈનાત કરી છે. ડોક્ટર પલ્લવ અને કુમાર વિશ્વાસના સુરક્ષા કર્મીઓ વચ્ચે થયેલ મારપીટનો બનાવ 8 નવેમ્બરે બનવા પામ્યો હતો. જ્યારે કવિ કુમાર વિશ્વાસ પોતાના ઘરેથી એક કાર્યક્રમમાં હાજરી આપવા ગાઝિયાબાદ જઈ રહ્યા હતા. ગાડી ઓવરટેક કરવાને લઈને સુરક્ષાકર્મીઓ અને ડોક્ટર વચ્ચે વિવાદ સર્જાયા બાદ મામલો હાથાપાઈ સુધી પંહોચ્યો. ઘાયલ થયેલ ડોક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી. જેમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે પ્રાથમિક તપાસમાં હુમલાના આરોપો સાબિત થયા નથી.  આ મામલે વધુ તપાસ હજુ થઈ રહી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે રોડ રેજની ઘટનામાં CRPFના ડાયરેક્ટર જનરલ એસએલ થાઓસેને ઘટનાની સમીક્ષા કર્યા બાદ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. હાલમાં આ મામલે પ્રારંભિક નિવેદનના આધારે અહેવાલ તૈયાર થયા બાદ ઘટનાની તપાસ થશે. આ કેસની કાર્યવાહીની માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કુમાર વિશ્વાસ સાથે પણ શેર કરવામાં આવશે.

ડોક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાને પીડિત બતાવતો એક વીડિયો શેર કર્યો છે. કુમાર વિશ્વાસે આ મામલે એક પોસ્ટ શેર કરતા કહ્યું કે આ ઘટના સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તે તેમની માફી માંગશે. કુમાર વિશ્વાસની સુરક્ષા ટીમ વતી તે વ્યક્તિ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.