Mumbai/ નિષ્ઠુર પતિ! જન્મદિવસ પર કેક લાવવામાં મોડું થયુ, પત્ની-પુત્ર પર છરીના ઘા ઝીંક્યા

મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સાકીનાકા વિસ્તારમાં એક વ્યક્તિએ……

India
Image 2024 06 04T113031.071 નિષ્ઠુર પતિ! જન્મદિવસ પર કેક લાવવામાં મોડું થયુ, પત્ની-પુત્ર પર છરીના ઘા ઝીંક્યા

Maharashtra News: મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સાકીનાકા વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. જન્મદિવસ પર કેક લાવવામાં મોડું થઈ જતાં પતિ ગુસ્સે થઈ ગયો અને પત્ની તેમજ પુત્ર પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે તેમજ ગુનો નોંધી સખ્ત કાર્યવાહી હાથ ધરી છે.

સાકીનાકા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ રાજેન્દ્ર શિંદે તરીકે થઈ છે અને તેની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે રવિવારની ઘટના બાદથી તે ફરાર છે. અધિકારીએ જણાવ્યું કે રાજેન્દ્ર શિંદેનો જન્મદિવસ 1 જૂન શનિવારના રોજ હતો. પરંતુ તેની પત્ની તે દિવસે કેક લાવી શકી ન હતી કારણ કે તેની પત્નીને તેના કામના સ્થળેથી નીકળવામાં મોડું થઈ ગયું હતું. તે બીજા દિવસે બપોરે 12.15 વાગ્યે કેક લઈને આવી. તેણે કહ્યું કે જન્મદિવસની કેક લાવવામાં વિલંબથી નારાજ રાજેન્દ્ર શિંદેએ તેની પત્ની સાથે દલીલ કરી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

પુત્રને બચાવવા આવેલી પત્ની પર હુમલો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે દંપતીના પુત્રએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજેન્દ્ર શિંદેએ ગુસ્સામાં તેની પાંસળી નીચે અને તેની છાતી પર છરી વડે હુમલો કર્યો. અધિકારીએ જણાવ્યું કે જ્યારે રંજના શિંદેએ તેના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજેન્દ્ર શિંદેએ તેની પત્નીના કાંડા પર છરી વડે ઘા ઝીંકી દીધા હતા. તેણે જણાવ્યું કે આ હુમલામાં બંને ઘાયલ થયા છે. જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રંજનાને સારવાર બાદ રજા આપવામાં આવી હતી જ્યારે તેમના પુત્રની ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આઝમગઢમાં ભાજપના નિરહુઆ દિનેશ લાલ યાદવ અટક્યા, સપાના ધર્મેન્દ્ર યાદવ 9 હજાર મતોની લીડ પર

આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?

આ પણ વાંચો: વારાણસી સીટ પર પીએમ મોદી પાછળ, તો કોંગ્રેસે કહ્યું- આ ટ્રેલર છે