અમદાવાદ/   ક્રુઝ બન્યું વિવાદનું કારણ,  ભાજપના ધારાસભ્યએ AMC કમિશ્નરને લખ્યો પત્ર

અમદાવાદમાં ઠેર ઠેર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં અમદાવાદની સાબરમતી નદીમાં જ શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય છે

Top Stories Ahmedabad Gujarat
Riverfront Overflow

અમદાવાદમાં ઠેર ઠેર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં અમદાવાદની સાબરમતી નદીમાં જ શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય છે. જ્યારે સાબરમતિ નદીમાં વરસાદના નીર આવવાથી નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવતા હોય છે. થોડા દિવસ પૂર્વે જ શરૂ થયેલ નવું નજરાણું ક્રૂઝ સેવા(Cruise) હવે વિવાદનું કારણ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે.

છેલ્લા એક અઠવાડિયામાં પડેલ ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવી ચુક્યા છે. ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને લખેલા પત્રમાં કહ્યું છે કે, વરસાદી પાણીના નિકાલ માટે થઈ સાબરમતી નદીનું લેવલ 134ની જગ્યાએ 128 ફૂટ રાખવું જોઈએ જો કે અમદાવાદમાં પાણી ભરાવાનું કારણ નવી શરૂ થયેલ ક્રુઝ સેવા હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે ક્રુઝ તરતું રાખવું હોય તો નદીનું લેવલ વધુ રાખવું પડે એમ છે. અને જો પાણી ઓછું હોય તો ક્રુઝ ફસાઈ જવાની શક્યતા હોય છે.4 170   ક્રુઝ બન્યું વિવાદનું કારણ,  ભાજપના ધારાસભ્યએ AMC કમિશ્નરને લખ્યો પત્ર

 

ધારાસભ્ય અમિત શાહે મ્યુનિ કમિશ્નરને લખેલ પત્ર માં ઉલ્લેખ છે કે મારા એલિસબ્રીજ વિધાનસભા નો મોટા ભાગ નો વિસ્તાર નદી કીનારે છે. આપને ધારાસભ્ય સાથે ની સંક્લન મીટીગ મા પણ જણાવ્યુ હતુ કે નદી મા 128 લેવલ રાખવામાં આવે તો વિસ્તારમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉદભવતો નથી. 7 જુલાઈ એ ભારે વરસાદ પડતા નદી મા 134.5 લેવલ પાણી નુ હતુ જેના કારણે નદી સાથે જોડાયેલ નાળા બેક મારે છે.

આ પણ વાંચો:Ahmedabad-Heavyrain/અમદાવાદમાં આગામી 48 કલાક ભારેઃ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની ચેતવણી

આ પણ વાંચોઃ Banaskantha-Damoverflow/ ભારે વરસાદના પગલે બનાસકાંઠાના બે ડેમ ઓવરફ્લો થયા

આ પણ વાંચોઃ PM Modi Telnagana Visit:/   ચૂંટણી વર્ષમાં તેલંગાણાને કેન્દ્રની ભેટ, PM મોદીએ 6100 કરોડના આ પ્રોજેક્ટ્સની કરી શરૂઆત

આ પણ વાંચોઃ Politics/ “પ્રથમ વખત બે રાજકીય પક્ષો વચ્ચે ભ્રષ્ટાચારની ડીલ”: PM મોદીએ તેલંગાણામાં BRS-AAP પર સાધ્યું નિશાન

આ પણ વાંચોઃ Gujarat/  મધ્યપ્રદેશનો એક વૃદ્ધ ગીરનારના જંગલોમાં ખોવાઈ ગયો, 48 કલાક બાદ બચાવી લેવામાં આવ્યો, ડરાવી દેશે ઘટના 

આ પણ વાંચોઃ Rajkot Rain/ રાજકોટમાં ધીમીધારે અવિરત વરસાદઃ ન્યારી-ટુ ડેમ ઓવરફલો થવાની તૈયારી