Not Set/ CSK vs KKR/ જીત સુધી પહોંચેલી ચેન્નાઈને આખરે મળી હાર, 10 રનથી કોલકતાએ મેળવી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 21 મી મેચ બુધવારે અબુધાબી ગ્રાઉન્ડ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી, જેમાં કેકેઆરની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. વળી સીએસકેની ટીમે રનનો પીછો કરતા સારી શરૂઆત કરી હતી, પરંતુ ચોક્કસ અંતરાલે વિકેટ ગુમાવવાને કારણે, અંતે તે 5 વિકેટ […]

Uncategorized
db1b5f5093fea54a45d3de8062ef2465 CSK vs KKR/ જીત સુધી પહોંચેલી ચેન્નાઈને આખરે મળી હાર, 10 રનથી કોલકતાએ મેળવી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 21 મી મેચ બુધવારે અબુધાબી ગ્રાઉન્ડ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી, જેમાં કેકેઆરની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા.

વળી સીએસકેની ટીમે રનનો પીછો કરતા સારી શરૂઆત કરી હતી, પરંતુ ચોક્કસ અંતરાલે વિકેટ ગુમાવવાને કારણે, અંતે તે 5 વિકેટ ગુમાવી માત્ર 157 રન જ બનાવી શકી હતી અને મેચ 10 રનથી હારી ગઈ હતી. 167 રનનો પીછો કરતાં સીએસકેની ટીમે શાનદાર શરૂઆત કરી અને ગત મેચમાં અડધી સદી ફટકારનાર વોટ્સને આ મેચમાં ફરી અડધી સદી ફટકારી હતી.

ફાફ ડુપ્લેસિસ 17 રન બનાવી શિવમ માવીનાં હાથે આઉટ થયો હતો. જે બાદ અંબાતી રાયડુએ શેન વોટ્સનની સાથે ઇનિંગની આગેવાની લીધી. બંનેએ બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી, જેમાં શેન વોટ્સને 50 રનની ભાગીદારી નોંધાવી હતી જ્યારે અંબાતી રાયડુએ 30 રનની ઇનિંગ રમી હતી. જોકે, 12 અને 13 મી ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ કેકેઆરની ટીમ મેચમાં પરત ફરી હતી.

આ પછી, વરૂણ ચક્રવર્તીએ એમએસ ધોનીને બોલ્ડ કરીને મેચ તેમની તરફ વાળી, જ્યારે આન્દ્રે રસલે સેમ કરનને આઉટ કરી અને સીએસકેની ટીમને મુશ્કેલીમાં મુકી દીધી. છેલ્લી 3 ઓવરમાં સીએસકેની ટીમને જીતવા માટે 18 બોલમાં 39 રનની જરૂર હતી પરંતુ કેદાર જાધવનાં બેટથી રન ન નિકળવાનાં કારણે ચેન્નાઈની ટીમને 10 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.