Not Set/ અચુક જાણી લેજો, ATM કાર્ડથી સંબંધિત RBIનાં નવા નિયમો શું છે?

ATM દ્વારા છેતરપિંડી મહદ અંશે લોકો સાથે થતી જ રહે છે અને થઇ પણ હશે. જ્યારે કોઇ આપણા દેશમાં જ હોય, અને વિશ્વના અન્ય કોઈ ભાગમાંથી તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડમાંથી કોઈએ પૈસા કાઢે અથવા તો ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ મારફત શોપિંગ કરી હોય તેવુ બન્યું હશે. હકીકતમાં, ઘણી બેંકો તેમના કાર્ડધારકોને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ […]

Uncategorized
e7e019cbedc08d15313e56685f67f273 અચુક જાણી લેજો, ATM કાર્ડથી સંબંધિત RBIનાં નવા નિયમો શું છે?
e7e019cbedc08d15313e56685f67f273 અચુક જાણી લેજો, ATM કાર્ડથી સંબંધિત RBIનાં નવા નિયમો શું છે?

ATM દ્વારા છેતરપિંડી મહદ અંશે લોકો સાથે થતી જ રહે છે અને થઇ પણ હશે. જ્યારે કોઇ આપણા દેશમાં જ હોય, અને વિશ્વના અન્ય કોઈ ભાગમાંથી તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડમાંથી કોઈએ પૈસા કાઢે અથવા તો ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ મારફત શોપિંગ કરી હોય તેવુ બન્યું હશે.

હકીકતમાં, ઘણી બેંકો તેમના કાર્ડધારકોને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ્સ પર આંતરરાષ્ટ્રીય વ્યવહારોની સુવિધા આપે છે, આ સુવિધા કેટલીકવાર ગ્રાહક દ્વારા માંગવામાં આવી હોતી નથી. સાયબર છેતરપિંડી કરનારાઓ આવા કાર્ડ્સની ક્લોનિંગ કરીને ATMમાંથી પૈસા ઉડાવી લે છે.

રિઝર્વ બન્કે આવા એટીએમ કાર્ડની છેતરપિંડીને રોકવા માટે કેટલાક મહિના પહેલા માર્ગદર્શિકા જારી કરી હતી, જે 16 માર્ચથી અમલમાં મુકાવાની હતી, પરંતુ કોરોના સંકટને કારણે તેનો અમલ થઈ શક્યો નહીં. તેથી, જો તમારી પાસે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ છે, જેમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારની સુવિધા છે, તો તમારે આ માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચવી જોઈએ. ચાલો હવે તમને જણાવીએ કે આરબીઆઈની માર્ગદર્શિકા શું છે?

જાણી લો કે, ATM કાર્ડથી સંબંધિત RBIનાં નવા નિયમો શું છે 

  • RBIએ બેંકોને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ આપતી વખતે તેના ઘરેલુ વ્યવહાર સુધી મર્યાદિત રાખવા જણાવ્યું હતું. કાર્ડ દ્વારા ATM અથવા Pos મશીન દ્વારા કોઈ આંતરરાષ્ટ્રીય વ્યવહાર થવો જોઈએ નહીં. જો તમે આ કરવા માંગતા હો, તો તમારે પહેલા તેના માટે પરવાનગી લેવી પડશે.

  • જો ગ્રાહક આંતરરાષ્ટ્રીય વ્યવહારો, ઓનલાઇન વ્યવહારો અને કોન્ટેક્ટલેસ કાર્ડ વ્યવહારો ઇચ્છે છે, તો તેણે પોતાની પસંદગી અલગથી દાખલ કરવી પડશે. તે સ્પષ્ટ છે કે ગ્રાહક જ્યારે ઇચ્છે ત્યારે જ આંતરરાષ્ટ્રીય કાર્ડની સેવાઓ મેળવશે.

  • ગ્રાહક જ્યારે પણ ઈચ્છે ત્યારે કોઈ પણ સર્વિસ એક્ટિવેટ અથવા બંધ કરી શકે છે, ક્યારેય પણ ATM કાર્ડ ટ્રાન્ઝેક્શન ON અથવા OFF કરી શકે છે.

  • ગ્રાહક જ્યારે ઇચ્છે ત્યારે તેના ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરી શકે છે.

  • જો કાર્ડની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે, તો કાર્ડધારકને તાત્કાલિક SMS ચેતવણી મળવી જોઈએ.આ માર્ગદર્શિકા માર્ચ મહિનામાં કોરોના સંકટને કારણે લાગુ કરવામાં આવી ન હતી. પરંતુ હવે તેનો અમલ 30 સપ્ટેમ્બર 2020થી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews