Covid-19/ શું કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં પગપેસારો કરી દીધો છે?

બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનનો હાલ દેશમાં કોઈ જ કેસ નથી પરંતુ બ્રિટનથી ભારત આવેલા 20 લોકોમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે.

Top Stories India
uk corona 7 શું કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં પગપેસારો કરી દીધો છે?

કોરોના વાઈરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. અને જેના કારણે લાખો લોકોના મોત થયા છે. તો બીજી બાજુ બ્રિટને નવા વાઈરસે સમગ્ર દુનિયાને સાવધાન કરી દીધી છેતો  કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનનો હાલ દેશમાં કોઈ જ કેસ નથી પરંતુ બ્રિટનથી ભારત આવેલા 20 લોકોમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. તો શું કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં પગપેસારો કરી દીધો છે?

This is how the UK is strengthening its coronavirus defences | WIRED UK

  • કોરોના વાઈરસે સમગ્ર દુનિયામાં મચાવ્યો હાહાકાર
  • કોરોનાને કારણે થયા લાખો લોકોના મોત
  • તો કોરોનાને લઈને આવ્યા બીજા ચિંતાના સમાચાર
  • બ્રિટનમાં મળ્યા કોરોનાના નવા સ્ટ્રેનનો
  • બ્રિટનથી ભારત આવેલા 20 લોકોમાં કોરોના પોઝિટિવ
  • વૈજ્ઞાનિકોને શંકા,તેમાંથી અડધા લોકોમાં કોરોના વાઈરસનું નવું સ્વરૂપ
  • શું કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં પગપેસારો કરી દીધો છે?

બ્રિટનના નવા વાઈરસે સમગ્ર દુનિયાને સાવધાન કરી દીધી છે. આ વખતે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ મુકવામાં કોઈ વાર નથી કરી. પરંતુ આ પ્રતિબંધ પહેલાં બ્રિટનથી ભારત આવેલા 20 લોકોમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે, તેમાંથી અડધા લોકોમાં કોરોના વાઈરસનું નવું સ્વરૂપ હોઈ શકે છે.આ સંજોગોમાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે, શું ભારતમાં બ્રિટનનો નવો કોરોના વાઈરસ આવી ગયો છે? કારણકે આમ, બ્રિટનમાં નવા કોરોના વાઈરસનું સ્વરૂપ ઓળખાયું અને તેના ગણતરીના કલાકોમાં જ ભારત-બ્રિટનની ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રતિબંધ પહેલાં જ બ્રિટનથી આવનાર યાત્રીઓમાં 20 યાત્રીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં 60 ટકા લોકો કોરોનાના નવા વાઈરસના કારણે બીમાર છે. આ પ્રમાણે જોવા જઈએ તો જે 20 યાત્રીઓ ભારતમાં આવ્યા છે તેમાંથી 50 ટકા લોકોને એટલે કે ઓછામાં ઓછા 10 લોકોમાં કોરોના નવા વાઈરસનું સ્વરૂપ જોવા મળી શકે છે.

Coronavirus: England had highest excess death rate in Europe over first  half of 2020, ONS says | UK News | Sky News

  • નવા કોરોના સામે તૈયાર છે સરકાર
  • ભારતમાં નહી ચાલે નવા કોરોનાનો જોર
  • બ્રિટનથી આવેલા યાત્રીઓનો થશે જીનોમ સીક્વન્સી ટેસ્ટ
  • ટેસ્ટ કરવા માટે તે યાત્રીઓના સેમ્પલ લેવામાં આવશે
  • જેનાથી ખ્યાલ આવશે કે, બ્રિટનનો નવો વાઈરસ ભારતમાં આવ્યો છે કે નહીં.
  • દરેક રાજ્ય સરકાર બ્રિટનથી આવેલા લોકોને કરશે ટ્રેસ

બ્રિટનથી આવેલા યાત્રીઓમાં જે 20 લોકોમાં કોરોના પોઝિટિવ નોંધાયો છે તે યાત્રીઓનો જીનોમ સીક્વન્સીનો પણ એક ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ કરવા માટે તે યાત્રીઓના સેમ્પલ લેવામાં આવશે જેનાથી ખ્યાલ આવશે કે, બ્રિટનનો નવો વાઈરસ ભારતમાં આવ્યો છે કે નહીં. જીનોમ સીક્વન્સી માટે નવી દિલ્હી, હૈદરાબાદ, ભુવનેશ્વર, બેંગલુરુ, પશ્ચિમ બંગાળ અને પુણેની  ચોક્કસ લેબોરેટરી નક્કી કરવામાં આવી છે.છેલ્લાં 2-3 સપ્તાહમાં બ્રિટનથી આવેલા લોકોનો ટેસ્ટ કરાયો નથી. હવે દરેક રાજ્ય સરકારો તેમની ટ્રેસ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે, છેલ્લાં 2-3 સપ્તાહમાં બ્રિટનથી આવેલા લોકો સામે આવે અને પોતાના ટેસ્ટ કરાવે.

Coronavirus: How many cases are there where you live? | UK News | Sky News

જીનોમ એટલે કોઈ જીવમાં હાજર આનુવાંશિક તત્વ. જીનોમ સીકવન્સી ટેક્નોલોજી વૈજ્ઞાનિકોને વાઈરસના ડીએનએ અને આરએનએમાં હાજર છે કે નહીં તે જાણવામાં મદદ કરે છે. તેમાં કોઈ દર્દીમાં મળેલા વાઈરસનો બેઝ પણ જાણી શકાય છે. હવે વૈજ્ઞાનિકો તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, વાઈરસ ફેલાઈને કેવી રીતે વિકસીત થઈ રહ્યો છે. હાલની સ્થિતિમાં કોરોનાના એક હજાર જીનોમની ઓળખ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો પાસે વાઈરસની સંપૂર્ણ સીકવન્સ હશે તો મહામારીને રોકવામાં તેટલી સરળતા રહેશે.

India / ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા…

Bollywood / કોરોનાની અસર ન હોત તો મેં અને આલિયાએ લગ્ન કરી લીધા હોત : રણબ…

Morbi / પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડ્યો દિયર, ભાભીને ઉતારી મોતને ઘાટ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો