Not Set/ આસારામના ચુસ્ત ભગત વણઝારાએ કહ્યું:બાપુએ રેપ નહોતો કર્યો

આશારામ બાપુને સગીર વયની છોકરીના બળાત્કાર કેસમાં જોધપુરની સ્પેશીયલ કોર્ટ દ્વારા 25 એપ્રિલ 2018 ના રોજ દોષી ઠરાવવામાં આવ્યા છે. એવામાં આશારામનાં ચુસ્ત અનુયાયી એવા  પૂર્વ આઈપીએસ અધિકારી ડાહ્યાભાઈ ગોબરજી વણઝારા આસારામના અમદાવાદ સ્થિત મોટેરા સ્થિત આશ્રમ પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે  ડી.જી.વણઝારા આસારામના ચુસ્ત અનુયયી છે. #AsaramBapu is convicted for #raping a minor girl by Jodhpur […]

Top Stories Gujarat
આશારામ પાખંડી e1524648870643 આસારામના ચુસ્ત ભગત વણઝારાએ કહ્યું:બાપુએ રેપ નહોતો કર્યો

આશારામ બાપુને સગીર વયની છોકરીના બળાત્કાર કેસમાં જોધપુરની સ્પેશીયલ કોર્ટ દ્વારા 25 એપ્રિલ 2018 ના રોજ દોષી ઠરાવવામાં આવ્યા છે. એવામાં આશારામનાં ચુસ્ત અનુયાયી એવા  પૂર્વ આઈપીએસ અધિકારી ડાહ્યાભાઈ ગોબરજી વણઝારા આસારામના અમદાવાદ સ્થિત મોટેરા સ્થિત આશ્રમ પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે  ડી.જી.વણઝારા આસારામના ચુસ્ત અનુયયી છે.

ડી જી વણઝારાએ મીડિયા સાથે વાત કરતા નિવેદન આપ્યું હતું કે, સગીર વયની પીડિતાએ નથી કહ્યું કે રેપ થયો છે. તેણે રેપ થવાની પુષ્ટિની વાત ક્યારેય નથી કરી. ત્યાર બાદ વધુમાં તેમને જણાવ્યું હતું કે પીડિતાએ કોર્ટેમાં બળાત્કારની વાત નથી કરી.

વણઝારાએ કહ્યું હતું કે તેઓ કોર્ટના ચુકાદાને સન્માન કરે છે તેમ જણાવતા તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો અંતિમ નથી તેમ જણાવ્યું હતું. આથી સ્પષ્ટ પણે જાણ થાય છે કે આગળ શું થઇ શકે છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આસારામ જેવા સંતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

વણઝારાએ કોર્ટના ચુકાદાને સર્વોચ્ચ ગણાતા જણાવ્યું હતું અને સાથો-સાથ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં બળાત્કાર શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આસારામ સાથે તેમનો ગુરુ-શિષ્યનો સબંધ છે.

મહત્વનું છે કે, પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ ચોકીમાં ૧૯ ઓગસ્ટ ૨૦૧૩માં આસારામના વિરુધમાં એફઆઈઆર નોંધાવી હતી. પીડીતાએ પોતાના આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ૧૫ અને ૧૬ ઓગસ્ટે જોધપુરના એક ફાર્મહાઉસમાં આસારામે ઈલાજ કરવાના બહાને તેનું યૌન શોષણ કર્યું હતું

જો કે ત્યારબાદ આસારામ પર ઝીરો નંબરની એફઆઈઆર નોંધવામાં આવી તે પછી જોધપુર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. આસારામ વિરુદ્ધ આઈપીસી 376, 509/34, જેજે એક્ટ 23, 26 અને પોક્સો એક્ટની કલમ ૮ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.