Mahesana News/ મહેસાણામાં ફરી એક વાર ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ

મહેસાણામાં ફરી એક વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. તેમા વળતરની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે. મહેસાણામાં બે સ્થળેથી શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે બે સ્થળેથી 86.15 લાખ રૂપિયાના બેન્ક ટ્રાન્ઝેકશન પણ ઝડપાયા છે.

Gujarat Others

Mahesana News: મહેસાણામાં ફરી એક વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. તેમા વળતરની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે. મહેસાણામાં બે સ્થળેથી શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે બે સ્થળેથી 86.15 લાખ રૂપિયાના બેન્ક ટ્રાન્ઝેકશન પણ ઝડપાયા છે.

ખેરાલુ પોલીસે કેસરપુરા ડભોડા ગામે ખુલ્લા ખેતરમાં ખોટું નામ અને ઓળખ આપી સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા ગ્રાહકોને વિશ્વાસમાં લઈ મોબાઈલમાં એપ્લિકેશનની મદદથી શેરબજારમાં રૂપિયા કમાઈ આપવાની ટિપ્સ આપી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગ્રાહકો તરફથી મળતી કમિશનની રકમ જેના અને ફોન પેના ખાતામાં નખાતી હતી તે છાબલીયાના યુવકને ઝડપી પાડવા તજવીજ કરી છે.

આ અગાઉ પણ ખેરાલુ પોલીસે કેસરપુરા ડભોડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું હતું. તેઓએ કેસરપુરા ડભોડા ગામના ખેતરમાં રેડ કરી મોબાઇલમાં વાતચીત કરતા ઠાકોર કિશનજી જગાજી અને વડનગર નદીઓળમાં રહેતા ઠાકોર કમલેશજી પ્રહલાદજીને પોતાના મોબાઈલમાં માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનની મદદથી ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી ગ્રાહકોના નંબરોના લિસ્ટને આધારે તેમને વ્હોટ્સએપ નંબરથી ફોન કરી સ્ટોક એડવાઈઝર કંપની ગુજરાત કંપનીમાંથી વાત કરું છું

તેવી ખોટી ઓળખ આપી નાણાં કમાવાની ટિપ્સ આપી શેરબજારમાં રોકાણ કરાવતા હતા અને ગ્રાહકો નફો થતાં તેમની પાસેથી 20 ટકા કમિશનની રકમ મિત્ર છાબલિયાના ઠાકોર કલ્પેશ ઉર્ફે પપ્પુ વજેસંગ ફોન પે ખાતામાં નખાવતા હતા. કોઈપણ જાતના લાયસન્સ વિના ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહેલા બંનેને પોલીસે ચાર મોબાઇલ સાથે ઝડપી પાડી વોન્ટેડ કલ્પેશ ઠાકોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, ડબ્બા ટ્રેડિંગ ઝડપાયુ

આ પણ વાંચો: વિસનગરમાં શેરબજારનાં ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું, 2 ઈસમોની ધરપકડ કરાઈ

આ પણ વાંચો: મહેસાણા: વડનગરમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું,વલાસણાથી શોભાસણ જતી કેનાલ નજીકથી ઝડપાયું