Not Set/ સની કૌશલ ફિલ્મ ‘ભાંગડા પા લે’ માટે 12-14 કલાક કરતો ડાન્સ પ્રેક્ટિસ 

ફિલ્મ ‘ભાંગડા પા લે”નું  ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. રોની સ્ક્રૂવાલાની નવી ફિલ્મ ‘ભાંગડા પા લે’એ આપણા દેસી સ્ટાઇલ ‘ભાંગડા’ની સાથે ડાન્સને અલગ સ્તર પર પહોંચાડી દીધા છે. દેશી ડાન્સ ફોર્મ ભાંગડા પાર આધારિત આ ફિલ્મ માટે એક્ટર સની કૌશલએ સખત મેહનત કરી છે. ફિલ્મમા તેના કેરેક્ટર અને ભાંગડા ડાન્સ સ્ટેપ્સ પ્રોપર શીખવામા સાની કૌશલએ […]

Uncategorized
Untitled 108 સની કૌશલ ફિલ્મ 'ભાંગડા પા લે' માટે 12-14 કલાક કરતો ડાન્સ પ્રેક્ટિસ 
ફિલ્મ ‘ભાંગડા પા લે”નું  ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. રોની સ્ક્રૂવાલાની નવી ફિલ્મ ‘ભાંગડા પા લે’એ આપણા દેસી સ્ટાઇલ ‘ભાંગડા’ની સાથે ડાન્સને અલગ સ્તર પર પહોંચાડી દીધા છે.
દેશી ડાન્સ ફોર્મ ભાંગડા પાર આધારિત આ ફિલ્મ માટે એક્ટર સની કૌશલએ સખત મેહનત કરી છે. ફિલ્મમા તેના કેરેક્ટર અને ભાંગડા ડાન્સ સ્ટેપ્સ પ્રોપર શીખવામા સાની કૌશલએ દિવસ રાત એક કરી દીધા

સની કૌશલ દિવસ માં 12 – 14 કલાક ડાન્સ પ્રેક્ટિસ કરતો જેથી તે આ પ્રખ્યાત અને મનગમતો ડાન્સ ફોર્મને ઉત્સાહ અને સરળતા સાથે સ્ક્રીન પર મૂકી શકે.ફિલ્મના ટ્રેલરમાં ડાન્સ જોયા બાદ એ વાતને નકારી નો શકાય નહીં કે સની અને રૂખસાર બંનેએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે

ભૂતકાળ અને વર્તમાન સમયમાં આવેલા ફેરફાર અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ ‘ભાંગડા પા લે’ થી ભાંગડાના પારંપારિક ફોર્મ અને દુનિયાભરના પશ્વિમી ડાન્સ ફોર્મ વચ્ચે તાલમેળ જોવા મળશે. આરએસવીપી દ્વારા નિર્મિત ‘ભાંગડા પા લે’ સ્નેહા તૌરાની દ્વારા નિર્દેશિત છે જેમાં સની કૌશલ અને રૂખસાર ઢિલ્લો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 3 જાન્યુઆરી 2020 ના રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.